BREAKING : બોલીવુડનો ખાન ઝડપાયો, મુંબઈ પોલીસે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ખાનને ધકેલી દીધો

સોશિયલ મીડિયામાં પોતાના ટ્વિટ અને વિવાદાસ્પદ સ્ટેટમેન્ટને લીધે અવારનવાર હેડલાઈન્સમાં રહેતો બોલિવૂડ એક્ટર કમલ આર ખાન (KRK) ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. KRK ને મુંબઈની મલાડ પોલીસે વર્ષ 2022માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વિટ માટે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કેઆરકેને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વાસ્તવમાં આ ખાન એક ફ્લોપ અભિનેતા તરીકે ઓળખાય છે અને તે અવારનવાર બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસ વિરુદ્ધ વીડિયો બનાવતો જોવા મળે છે. ફરી એકવાર કેઆરકેની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મલાડ પોલીસે વર્ષ 2020માં કરાયેલા એક વિવાદાસ્પદ ટ્વિટ માટે તાજેતરમાં એરપોર્ટ પરથી કેઆરની ધરપકડ કરી છે.

KRK પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર ધર્મને લઈને વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે થોડા ટાઈમ પહેલા બોલિવૂડ દિગ્ગજ સુપરસ્ટાર સલમાન ખાને પણ KAK વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો. કારણ કે KRKએ તેની ફિલ્મ રાધેને લઈને નેગેટિવ રિવ્યુ કર્યો હતો. કેએકે એ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી બોલીવુડ અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ સિવાય તે ટીવીના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસમાં પણ જોવા મળ્યો છે. કમાલ આર ખાન એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર પણ છે. તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. ધરપકડ પછી ખાનને બોરિવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બોરિવલી કોર્ટે કેઆરકેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે.

કમાલ પર 2020માં યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેઇન દાખલ કરી હતી જેમાં કમિટીના સભ્ય રાહુલ કનલનો આરોપ હતો કે સ્વર્ગસ્થ એક્ટર ઈરફાન ખાન અને રિશી કપૂર વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યા હતા. આ કેસમાં પોલીસની ટીમે કમાલ સામે કલમ 294 અંતર્ગત ફરિયાદ નોંધી છે.

ઋશી અને ઈરફાનનાં નિધન પછી કર્યા હતા વિવાદાસ્પદ ટ્વીટ KRKએ 202માં ઈરફાન ખાન (29 એપ્રિલ) અને રિશી કપૂર (30 એપ્રિલ)નાં નિધન પછી ટ્વીટ કર્યા હતા જેમાં લખ્યું હતું કે મેં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે કોરોના ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી એ અમુક ફેમસ લોકોને તેની સાથે નહીં લઈ જાય. ત્યારે મેં નામ નહોતા લખ્યા, કારણ કે લોકો મને ગાળો આપતા, પરંતુ મને પહેલેથી ખબર હતી કે રિશી કપૂર અને ઈરફાન જશે. મને એ પણ ખબર છે કે હવે કોનો વારો છે.

YC