‘ભાભીજી ઘર પર હૈ’ અભિનેતાનું હતુ આ સપનું, પ્લાનિંગ પણ કર્યુ હતુ પરંતુ કુદરતને તો કંઇક બીજુ જ હતુ મંજૂર

‘ભાભીજી ઘર પર હૈ’ના મલખાનનું એ સપનું, જે અધૂરુ રહી ગયુ, સપના વિશે જાણીને ફેન્સ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગશે

‘ભાભીજી ઘર પર હૈ’ના ‘મલખાન’ એટલે કે દીપેશ ભાન હવે આ દુનિયામાં નથી. 23 જુલાઈના રોજ 41 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. અત્યાર સુધી એ માનવું મુશ્કેલ છે કે હવે આપણે બધાને હસાવનાર મલખાનને ટીવી પર જોઈ નહીં શકીએ. દરેક ક્ષણે એવું લાગે છે કે કાશ આ સમાચાર ખોટા હોત. પણ અફસોસ આ સત્ય છે. દિપેશ ભાન એવા ટીવી કલાકારોમાંથી એક છે જેમણે હંમેશા દરેકના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું છે.

‘ભાભીજી ઘર પર હૈ’ સિવાય, તે ભૂતવાલા સિરિયલ, એફઆઈઆર, કોમેડી ક્લબ, કોમેડી કા કિંગ કૌન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને સુન યાર ચિલ માર જેવા શોમાં પણ જોવા મળ્યો છે. કો-સ્ટાર ચારુલ મલિકનું કહેવું છે કે તે આગળ OTT પ્લેટફોર્મ પર કામ કરવાની યોજના બનાવી રહ્યો હતો. પરંતુ તેનું સપનું માત્ર સપનું જ રહી ગયું. દિપેશ ભાનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેમને એક પુત્ર છે. દિપેશ ભાનના નિધનથી તેમનો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો છે.

દીપેશ ભાન હંમેશાથી એક્ટર બનવા માંગતા હતા. એ જ સપનું લઈને તે મુંબઈ આવ્યા અને સપનું પૂરુ પણ કર્યુ. ‘ભાભીજી ઘર પર હૈં’ની રીલ લાઈફની જેમ જ રીયલ લાઈફમાં પણ મલખાન ખૂબ જ જીવંત વ્યક્તિ હતા. દિપેશ ભાનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં જાણવા મળે છે કે, તેને ઈન્સ્ટા રીલ બનાવવાનો ખૂબ જ શોખ હતો. આ સિવાય તે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સભાન હતો. ફિટનેસનું ધ્યાન રાખવા છતાં પણ નાની ઉંમરમાં એક્ટરનું મોત દરેક માટે ચોંકાવનારું છે.

દિપેશ ભાનના સહ-અભિનેતાઓનું કહેવું છે કે તે ખૂબ જ મજેદાર વ્યક્તિ હોવા છતાં, તે કેટલીક બાબતોને લઈને ઝડપથી પરેશાન થઈ જતો હતો. દિપેશ ભાન ભલે આજે દુનિયામાં નથી, પરંતુ તેમણે આપેલી યાદો હંમેશા લોકોના દિલમાં રહેશે. આશા છે કે મુશ્કેલ સમયમાં દિપેશ ભાનના ચાહકો તેના પરિવારને વેરવિખેર થવા દેશે નહીં.

Shah Jina