બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના ફેમસ એક્શન સ્ટાર વિદ્યુત જામવાલને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર અભિનેતા વિધુતની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલમાં જ તેમની અર્જુન રામપાલ અને નોરા ફતેહી સાથેની ફિલ્મ CRACK નું ટ્રેલર સામે આવ્યું હતું.
હવે વિદ્યુત જામવાલ પોલીસની હિરાસતમાં આવતા તેની મુશ્કેલીઓ વધી છે. તમને જણાવી દઈએ કે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના બાંદ્રા ઓફિસનો એક પિક્ચર સામે આવ્યો છે, જેમાં આ ફેમસ અભિનેતા પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહ્યો છે. સૂત્રો જણાવ્યા મુજબ ફિલ્મોમાં કથિત જોખમી સ્ટંટ કરવા બદલ એક્ટરને કસ્ટડીમાં લેવાયો છે.
જોકે હજુ સુધી આરોપો અંગે કોઈ સત્તાવાર પુષ્ટી થઈ નથી. અહેવાલ મુજબ બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર આરપીએફ ઓફિસ આવેલી છે. ઉલ્લેખનિય છે કે, વિદ્યુત જામવાલની અપકમિંગ ફિલ્મ ‘ક્રેક’ (Crakk)નું શુક્રવારે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.
જેમાં તે ખતરનાક એક્શન સિક્વન્સ કરતો જોવા મળ્યો હતો. હાલ વિદ્યુત જામવાલ બૉલીવૂડમાં ખતરનાક સ્ટંટમેન તરીકે ઓળખાય છે. સ્ટાર કાસ્ટ અર્જુન રામપાલ, વિદ્યુત જામવાલ અને નોરા ફતેહીની આવતી ફિલ્મ ‘ક્રેક’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે.
જેમાં ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં અર્જુને ખુલાસો કર્યો હતો કે ફિલ્મના સ્ટંટનું શૂટિંગ કરતી વખતે તે સ્લિપ્ડ ડિસ્કનો ભોગ બન્યો હતો. નોરાએ એમ પણ કહ્યું કે તેને સેટ પર ઘણી વાર ઈજા થઈ હતી.