અમદાવાદના ધોળકામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બોલેરો ડમ્પર પાછળ ઘુસી જતા 5ની કમકમાટીભર્યા મોત, મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હાઇવે
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં જ અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો. બોલેરો બંધ ડમ્પર પાછળ ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા જ્યારે જ્યારે 2 લોકોને ગંભીર ઇજાને પગલે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા.
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીક જામ થઇ ગયો હતો અને પોલિસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. જણાવી દઇએ કે, આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર રહેલા લોકો પણ લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ શ્રમિકો દાહોદનાં રહેવાસી છે અને તેઓ મજૂરી કામ માટે રાણપુર જઈ રહ્યા હતા. મૃતકોમાં નીતિશ નાનસિંહ ભીલવાડ, દિલીપ નાનસિંહ ભીલવાડ, રાહુલ ખુમસિંહ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ, રાજુ માનસિંઘ ખંડારા તેમજ ઈજાગ્રસ્તોમાં મનિષા નીતેશભાઈ ભીલવાડ અને રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડ સામેલ છે.