અમદાવાદના શિવરંજની પાસે ધડાકાભેર અકસ્માત ! બસે બાઇકને ટક્કર મારતા યુવકની સામે જ મંગેતરનું મોત- એક મહિના બાદ જ થવાના હતા લગ્ન

યુવતી પર બસના ટાયર ફરી વળ્યાં, CCTV:અમદાવાદમાં શિવરંજની બ્રિજ પાસે બાઈક પાછળ બેઠેલી યુવતીને પટેલ ટ્રાવેલ્સની બસે કચડી મારી, મંગેતર ઘરે મૂકવા જતો હતો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે જ એક ધડાકાભેર અકસ્માત સર્જાયો. બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇકસવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજતા ચકચારી મચી ગઇ હતી. બસના ટાયર નીચે આવી જવાને કારણે યુવતીનું મોત થયુ હતુ. જ્યારે બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા થઇ હતી.

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જે ઘણા ચોંકાવનારા છે. જણાવી દઇએ કે, મૃતક યુવતી અને ઘાયલ યુવકના લગ્ન એક મહિના બાદ જ થવાના હતા. CCTVમાં જોઇ શકાય છે કે સિગ્નલ બંધ હોવાને કારણે બાઈકસવાર ઉભા હતા અને આ દરમિયાન જ પાછળથી પૂરપાટ ઝડપે આવતી બસે બાઇકને જોરદાર ટક્કર મારી. CCTV જોતા એવું સ્પષ્ટ થઇ રહ્યુ છે કે બસચાલક સ્ટેરિંગ પર કાબૂ નહોતો રાખી શક્યો.

બસચાલકની બેદરકારીને કારણે આ અકસ્માતમાં યુવતીનું મોત થયુ. બાઈક પર જે યુગલ હતુ તેમના એક મહિના બાદ જ લગ્ન હતા પણ આ અકસ્માતમાં યુવતિને લગ્ન પહેલા જ કાળ આંબી ગયો. ઘટના બાદથી તો મૃતકના પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો. જો કે, ટ્રાફિક પોલીસે ખાનગી બસ ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina