દિવાળી પહેલા ગુજરાત પોલીસના લાંચિયા પોલીસકર્મીઓ ઉદયપુર પહોંચ્યા, ફિલ્મી સ્ટાઈલમાં કરી ધરપકડ, જુઓ

ગુજરાત પોલીસના લાંચિયાઓ ઉદયપુર પહોંચ્યા, ફિલ્મી સ્ટાઇલમાં દબોચી લીધા, જાણો શું કાંડ કરવા ગયેલા ત્યાં, ઘટનાનો લાઈવ વીડિયો આવ્યો સામે, જુઓ

દેશભરમાં તહેવારોની મોસમ ચાલુ થઇ ગઈ છે, ત્યારે તહેવારોમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ ચાલતી હોય છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તે છતાં પણ ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાતો જોવા મળે છે. પોલીસ પણ બુટલેગરોના સપોર્ટમાં હોય તેવું ઘણીવાર જોવા પણ મળે છે. પોલીસ તોડપાણી કરીને આવા મામલાઓમાં છૂટછાટ પણ આપતી હોય છે, ત્યારે હાલ એવા જ ગુજરાત પોલીસના લાંચિયા પોલીસકર્મીઓને રાજસ્થાન LCBએ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના તહેવાર ઉપર પોતાના ખર્ચા-પાણી કાઢવા માટે પોલીસકર્મીઓ અને અધિકારીઓ દ્વારા ઉઘરાણા કરવાના ચાલુ થઇ ગયા છે. ત્યારે ગુજરાત પોલીસના બે હેડ કોન્સ્ટેબલ ઉદયપુરમાં લાંચની રકમ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઉદયપુર ACBની સ્પેશિયલ યુનિટ દ્વારા કાર્યવાહી કરતા તેમને 1 લાખ 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને હવે ગુજરાત પોલીસ ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. એસીબીની આ કાર્યવાહીમાં એક પોલીસકર્મી ભાગી છૂટ્યો હતો, પરંતુ બાદમાં તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના ગત રોજ એટલે કે રવિવારની સાંજે ઘટી હતી. જ્યાં ઉદયપુરના ગોવર્ધન વિલાસ વિસ્તારમાં આવેલા શબરી પાર્લર પાસે ગુજરાત પોલીસના બે પોલીસકર્મીઓને એસીબીએ ફિલ્મી ઢબે દબોચી લીધા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ બંને પોલીસકર્મીઓ હેડ કોન્સ્ટેબલ મહેશ ચૌધરી અને ભરત પટેલે દારૂના એક કેસમાં આરોપીનું નામ કાઢવા માટે રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. જે ના આપવા ઉપર ફરિયાદીને સતત હેરાન કરવામાં આવી રહ્યો હતો. જેના બાદ આ બંને પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અને તેને લઈને ઉદયપુર ACBની સ્પેશિયલ યુનિટે ફરિયાદના આધાર ઉપર છટકું ગોઠવી આ બંને પોલીસકર્મીઓને ઝડપી પાડ્યા.

Niraj Patel