યુવતીના ચક્કરમાં ‘સૈયારા’ જોવા આવેલા બે યુવકો થિયેટરમાં જ બાખડ્યા, વીડિયો જોઈ તમે પણ કહે શો અરે, આ શું..!

અહાન પાંડે અને અનિત પદ્દા સ્ટારર ફિલ્મ સૈયારાને લઈને યુવાનોમાં ક્રેઝ અથવા તો ગાંડપણ છે. થિયેટરની અંદરથી દર્શકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આ લવસ્ટોરી જોઈને યુવા દર્શકો કેવી રીતે રડી રહ્યા છે. તે જ સમયે, ઘણા યુગલો થિયેટરની અંદર રોમાન્સ કરતા પણ જોવા મળ્યા છે. હવે એક થિયેટરમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં બે યુવકો ઝઘડતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વીડીયોમાં જોઈ શકાય છે કે ‘સૈયારા’ જોવા આવેલા બે યુવાનો ઝઘડવા લાગ્યા. વાત જાણે એમ છે કે એક યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે સૈયારા જોવા માટે સિનેમા હોલ પહોંચ્યો હતો. ઇન્ટરવલ દરમિયાન, બંને ફ્રેશ થવા માટે બહાર નીકળે છે, અને ત્યાં જ છોકરીનો એક્સ બોયફ્રેન્ડ પણ તે જ સિનેમામાં ફિલ્મ જોવા ગયો હતો.અચાનક તેની એક્સ ગર્લફ્રેન્ડને બીજા કોઈ સાથે જોઈને છોકરો ગુસ્સે થઈ જાય છે અને તેની સાથે ગેરવર્તન કરવા લાગે છે. થોડી જ વારમાં છોકરીના બોયફ્રેન્ડ અને EX બોયફ્રેન્ડ વચ્ચે ઝઘડો થાય છે. બંને વચ્ચે જોરદાર લાત અને મુક્કાબાજી પણ થઈ. આ દરમિયાન ત્યાં હાજર કોઈએ ઘટનાનો વીડિયો બનાવી દીધો. બંને યુવાનો વચ્ચે થયેલી લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વીડિયો મધ્યપ્રદેશના ગ્વાલિયરથી સામે આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઝઘડા દરમિયાન સિનેમા હોલના સુરક્ષા ગાર્ડે પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંનેએ એકબીજાનું સાંભળ્યું નહીં અને ઝઘડા પછી ત્યાંથી ચાલ્યા ગયા. આ ઘટનાનો વીડિયો સ્થાનિક પોલીસ સુધી પહોંચ્યો. આ મામલે સીએસપી રોબિન જૈને જણાવ્યું કે, અત્યાર સુધી આ મામલે પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જો કોઈ ફરિયાદ આવશે તો તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Red India 24 (@redindia24)

Previous Article

બાબાને પણ ચડ્યો સૈયારાનો બુખાર, થિયેટરમાં જ બનાવી એવી રિલ, કે જોઈ પણ રહી જશો દંગ

Next Article

પેટ્રોલ અને ડીઝલને કહો હવે બાય બાય..! 3000 કિ.મીની રેન્જ અને 5 મિનિટમાં ફુલ ચાર્જ, આ નવી EV ટેકનોલોજી મચાવશે ધમાલ.. જાણો આ દાવા વિષે વધુ

error: Protected Content!