આ છોકરીએ તો રીલ બનાવવા માટે ભગવાનને પણ ના છોડ્યા….શિવલિંગ સામે જ ટ્રેડિંગ ગીત પર બનાવવા લાગી રીલ, લોકો બોલ્યા- હવે તો ભગવાન પણ હેરાન થઇ જશે

આ છોકરીએ તો રીલ બનાવવા માટે ભગવાનને પણ ના છોડ્યા….શિવલિંગ સામે જ ટ્રેડિંગ ગીત પર બનાવવા લાગી રીલ, જુઓ

આજના સમયમાં સોશિયલ મીડિયા પર હાજર મોટાભાગના લોકો રીલ ફીવરથી પીડિત છે અને આ ફીવર એટલો વધી ગયો છે કે તેમને દરેક જગ્યાએ ફક્ત કન્ટેન્ટ અને રીલ્સ જ દેખાય છે. કેટલાક લોકો જાહેર સ્થળોએ જઈને રીલ બનાવી રહ્યા છે, તો કેટલાક લોકો ખતરનાક સ્ટંટ કરતા રીલ બનાવી રહ્યા છે.

ઘણા લોકો પહાડો પર જાય છે અને ખતરનાક સ્થળોએ ઉભા રહીને રીલ બનાવે છે, તો હવે કેટલાક લોકો મંદિરોમાં જઈને પણ રીલ બનાવવા લાગ્યા છે. હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમને પણ ગુસ્સો આવશે. આજકાલ લોકો એક જૂના ગીત ‘તડપાઓગે, તડપા લો’ પર ઘણી રીલ્સ બનાવી રહ્યા છે.

હવે આનો ફીવર મંદિરની અંદર પણ પહોંચી ગયો છે. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક છોકરી શિવલિંગની સામે ઉભી રહેલી જોવા મળે છે અને તે આ ગીત પર લિપ-સિંક કરી અને એક્ટિંગ કરતા રીલ બનાવી રહી છે. આ વીડિયયો X પર @_kumbhkaran નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘જૂતા કહા હે મેરા ?’ ઘણા લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Previous Article

મોનાલિસાના આ ગીતે ઇન્ટરનેટ પર મચાવ્યો જોરદાર તહેલકો, બોલ્ડ અદાઓએ લૂંટી મહેફિલ

Next Article

સુરતમાં હિટ એન્ડ રન ! પેટ્રોલ પંપ પર સફાઇ કરી રહેલી મહિલાને કારે કચડી, ડ્રાઇવર ફરાર; જુઓ વીડિયો

error: Protected Content!