ટીવી હોય કે ફિલ્મો… કલાકારોને શરૂઆતથી જ અલગ અલગ પ્રકારના પાત્રો ભજવવા પડે છે. જોકે, બંને ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકારો છે જે માતા-પિતાની ભૂમિકામાં નથી જોવા માંગતા અને કહાનીની પ્રગતિ સાથે તેઓ શોને બાય-બાય કહે છે. પરંતુ કેટલાક એક્ટર્સ એવા પણ છે જેઓ 41 વર્ષની ઉંમરે નાની સાસુ બનીને ફરે છે. તેમાંથી એક આ એક્ટ્રેસ છે, જેની અમે આજે વાત કરવા જઇ રહ્યા છીએ.

આ એક્ટ્રેસ માત્ર 41 વર્ષની છે અને હાલમાં એક શોમાં નાની સાસુની ભૂમિકા ભજવી રહી છે. આ બીજું કોઈ નહીં પણ લોકપ્રિય ટીવી શો “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” ની સુવર્ણા એટલે કે અભિરા અને રૂહીની નાની (બડી મમ્મી) છે. શોમાં તો નિયતિ જોશી ભલે સાસુ જેવી દેખાય પરંતુ વાસ્તવિક જીવનમાં તેનું ગ્લેમર જોઈને તમારી આંખો પહોળી થઈ જશે.

આ શોમાં નિયતિ જોશી અભિરા અને રૂહીનું ધ્યાન રાખે છે. ઉપરાંત, તે તેમના બંને પતિ અરમાન અને રોહિત પોદ્દારની નાની સાસુ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે એક શોમાં રોહિત પોદ્દાર એટલે કે રોમિત રાજની પત્ની બની હતી ? નિયતિ જોશી અને રોમિત રાજે “ઘર કી લક્ષ્મી બેટિયાં” માં પતિ-પત્નીની ભૂમિકા ભજવી હતી. પરંતુ નવી સીરિયલમાં, અભિનેત્રીને તેના ઓનસ્ક્રીન પતિની નાની સાસુ બનવું પડ્યું.

જો કે, રોમિત રાજ ઘણા સમય પહેલા જ શો છોડી ચૂક્યો છે. નિયતિ જોશી ઘણા સમયથી શો સાથે જોડાયેલી છે. જોકે, તે ગ્લેમરની દ્રષ્ટિએ દરેકને ટક્કર આપે છે. અભિનેત્રી તેની ફિટનેસનું પણ ખૂબ ધ્યાન રાખે છે. પાર્ટી હોય કે મિત્રો સાથે ડેટ નાઈટ… નિયતિ જોશી ખૂબ જ એન્જોય કરતી જોવા મળે છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ લગભગ 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે.

‘અક્ષરા’ અને ‘નૈતિક’ થી શરૂ થયેલી આ કહાની હવે આ પરિવારની ચોથી પેઢી સુધી પહોંચી ગઈ છે. રાજન શાહીનો આ ડેઇલી શો ઘણીવાર ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહે છે. અત્યાર સુધી આ શોમાં ત્રણ પેઢીઓની કહાની બતાવવામાં આવી છે અને હવે ચોથી પેઢીની કહાની દ્વારા નિર્માતાઓએ દર્શકોને શો સાથે જોડ્યા છે.