સીધી સંસ્કારી મોનાલિસા બની ડાયન, બેકલેસ બ્લાઉઝમાં દેખાડ્યું જોરદાર ફિગર, જુઓ ફટાફટ
ફેમસ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા ઉર્ફે અંતરા બિશ્વાસ તેની હોટ સ્ટાઈલ માટે જાણીતી છે. તે ઘણીવાર પોતાના ગ્લેમરસ ફોટા શેર કરીને ચાહકોને દીવાના બનાવે છે. આવી સ્થિતિમાં, ફરી એકવાર મોનાલિસા તેના તાજેતરના ફોટાઓને કારણે સમાચારમાં છે. આ તસવીરોમાં તે બેકલેસ બ્લાઉઝ પહેરેલી ડાયનની ભયાનક ભૂમિકામાં જોવા મળી રહી છે.

મોનાલિસા ટૂંક સમયમાં સુપરનેચરલ શો ‘જાદુ તેરી નજર’માં ભવ્ય એન્ટ્રી કરશે. આ શોમાં, અભિનેત્રી ફરી એકવાર ડાયનની ભૂમિકામાં જોવા મળશે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. અભિનેત્રીએ તેના ડાયન લુકના કેટલાક ફોટા અને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મરૂન શેડ સાડી સાથે બેકલેસ બ્લાઉઝમાં અમે લાંબી ચોટીમાં જોવા મળે છે.

અભિનેત્રીનો આ લુક જેટલો બોલ્ડ છે તેટલો જ ખતરનાક પણ છે. આવી સ્થિતિમાં, મોનાલિસાનો આ લુક બહાર આવતાની સાથે જ લોકોમાં તેના આ પાત્રને જોવા માટે ઉત્સાહ વધી ગયો છે. પોતાના લુકની તસવીરો શેર કરતી વખતે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું – સ્ટાર પ્લસ પર અને જિયો હોસ્ટર પર ગમે ત્યારે ‘જાદુ તેરી નજર’ જુઓ. જણાવી દઈએ કે ‘જાદુ તેરી નજર’ પહેલા મોનાલિસા ટીવી શો “નઝર” માં ડાયનની ભૂમિકા ભજવી ચૂકી છે.

તેના પાત્રને લોકોએ ખૂબ પસંદ પણ કર્યુ હતુ. આ શોમાં, તેના અભિનયની સાથે તેના લુક્સની પણ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ અભિનેત્રી તેના નવા શોથી દર્શકોના દિલ જીતી શકે છે કે નહીં.જણાવી દઈએ કે મોનાલિસા ભોજપુરી સિનેમાની એક લોકપ્રિય અભિનેત્રી અને ડાંસર છે જેણે ખેસારી લાલ, પવન સિંહ, રવિ કિશન અને નિરહુઆ જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.
View this post on Instagram