શખ્સને દફનાવવાની ચાલી રહી હતી તૈયારી, અચાનક હલવા લાગ્યુ તાબૂત- મચી ગઇ અફરા તફરી

છેલ્લા દિવસોમાં પેરુમાં એક ઘટના બની, જેના વિશે જાણીને બધા દંગ રહી ગયા. અહીં એક વ્યક્તિના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક તાબૂત જોરથી હલવા લાગ્યુ અને તેની અંદરથી ચીસો પાડવાના અવાજો આવવા લાગ્યા. પછી શું, ઘટનાસ્થળે એક ક્ષણ માટે તો અફરા તફરી મચી ગઈ. આ પછી, કોઈએ હિંમત ભેગી કરીને તોબૂત ખોલ્યુ અને ખબર પડી કે મૃતદેહ ફરીથી જીવંત થઈ ગયો છે. આ ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ થઇ ગયું હતું, જેનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.

મિરર યુકેના અહેવાલ મુજબ, આ વિચિત્ર ઘટના દેશના લામ્બાયોકે ક્ષેત્રના ઓલ્મોસ શહેરમાં બની હતી. જ્યાં ઇવાન નામના વ્યક્તિના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. મૃતદેહને તાબૂતમાં મૂક્યાના થોડા સમય પછી તેમાં થોડી હિલચાલ થઈ, અને પછી જોરથી ચીસો સંભળાવવા લાગી. આ જોઈને ઇવાનનો પરિવાર અને ત્યાં હાજર લોકો ચોંકી ગયા. આ પછી જ્યારે તાબૂત ખોલવામાં આવ્યુ ત્યારે જાણવા મળ્યું કે ઇવાન શ્વાસ લઈ રહ્યો હતો અને તે જીવિત હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક મહિલા તેને બાઇબલના લાજરના પુનર્જન્મ જેવો ચમત્કાર ગણાવતી સાંભળી શકાય છે. જો કે, એ સ્પષ્ટ નથી કે ઇવાન પાછો જીવતો થયો કે આ ઘટના ફક્ત એક ક્ષણ માટે બની. તેના વિશે કોઈ સત્તાવાર અપડેટ નથી. આ વીડિયો પર ટિપ્પણી કરનારા ઘણા લોકોએ તેની પાછળનું કારણ કેટાલેપ્સી (Catalepsy) ગણાવ્યું. કેટાલેપ્સી એ એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં વ્યક્તિનું શરીર કડક થઈ જાય છે અને લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં રહે છે.

આ સ્થિતિમાં શ્વાસ લેવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે, અને વ્યક્તિના સ્નાયુઓ કડક થઈ જાય છે, જે મૃત્યુ પછી રિગર મોર્ટિસ જેવું લાગે છે. પાર્કિન્સન અથવા વાઈ જેવા રોગોમાં આવી સ્થિતિ જોવા મળે છે. આ પહેલી ઘટના નથી જ્યારે મૃતક દફનાવવામાં આવે તે પહેલાં જ જીવિત થયો હોય. 1902માં, આર્જેન્ટિનાના રુફિના કેમ્બાસેરેસને કેટાલેપ્સીના કારણે ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, પરંતુ તેમના દફન પહેલાં જ તેમનું શરીર હલવા લાગ્યું. ગયા વર્ષે ગ્વાટેમાલાથી પણ આવા જ સમાચાર આવ્યા હતા. ત્યાં, 2022માં પેરુમાં જ રોસા ઇસાબેલ સેસ્પેડ્સ નામની એક મહિલાને કાર અકસ્માત પછી મૃત જાહેર કરવામાં આવી હતી, પરંતુ અંતિમ સંસ્કાર દરમિયાન તે ફરીથી ભાનમાં આવી હતી.

Previous Article

મોનાલિસા બની ડાયન, બેકલેસ બ્લાઉઝ અને લાંબી ચોટીમાં બતાવ્યો ખૂંખાર અવતાર

Next Article

સુંદરતાની ચમકે છોડાવી જેલરની નોકરી, વીડીયો બનાવી આજે બની સોશિયલ મીડિયા ક્વીન! કરે છે કરોડોમાં કમાણી

error: Protected Content!