લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં 14 એપ્રિલના રોજ રાત્રે લગભગ 10:30 વાગ્યે બીજા માળે ભીષણ આગ લાગી હતી. આગની જ્વાળાઓએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. આખો ફ્લોર ધૂમાડાથી ભરાઈ ગયો હતો, જેના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અહીં લગભગ 200 દર્દીઓ દાખલ થયા હતા. જેઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જો કે 11:45 વાગ્યે આગ કાબૂમાં આવી ગઈ હતી.ગંભીર રીતે બીમાર દર્દીઓને સિવિલ અને બલરામપુર હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા હતા. ઓક્સિજન સપ્લાય બંધ થવાના કારણે ICUમાં દાખલ 61 વર્ષીય દર્દી રાજકુમાર પ્રજાપતિનું મૃત્યુ થયું છે.
#WATCH | Lucknow Hospital fire | After a fire broke out at Lokbandhu Hospital, the patients were brought to Civil Hospital.
Trauma center in-charge Dr Vipin Mishra says, “Five patients have arrived. The condition of all the patients is stable. Doctors from all departments are… pic.twitter.com/FBwQMszkO0
— ANI (@ANI) April 14, 2025
જણાવી દઈએ કે જે ફ્લોર પર આગ લાગી હતી ત્યાં ફીમેલ મેડિસિન, ICU અને HDU જેવા વોર્ડ છે. આ ફ્લોર પર જ 40 થી 50 દર્દીઓ દાખલ હતા, અને તેમના પરિવારજનો જ હાજર હતા.પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર જ્યારે આગની ઘટના ઘટી તે દરમિયાન ડ્યુટી પરના ડૉક્ટર અને સ્ટાફ ભાગી ગયો હતો. દર્દીઓના પરિવારજનોએ તેમના જીવની પરવા કર્યા વિના દર્દીને બચાવવામાં મદદ કરી હતી. તેઓ દર્દીઓને તેડીને અને પોતાની પીઠ પર ઉંચકીને બહાર લાવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ કાચ તોડીને અંદર ઘુસી હતી.સીડી અને ક્રેનની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
#WATCH | Lucknow Hospital Fire | CFO Mangesh Kumar says, “We received the information at 9:44 pm and upon receiving the information, our entire team reached the spot…Our team has evacuated everyone safely…The cause of the fire is not yet known…” pic.twitter.com/GkjGS3nUrb
— ANI (@ANI) April 14, 2025
આ હોસ્પિટલ એક દાયકા જૂની છે. લોકબંધુ હોસ્પિટલના મુખ્ય તબીબી અધિક્ષક ડૉ. અજય શંકર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે- અત્યાર સુધીની તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. હાલમાં, ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સીએમ યોગીએ ઘટનાની નોંધ લીધી હતી. તેમણે ફોન પર અધિકારીઓ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી હતી.