સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ દંગ રહી જશો.આ ડરામણા વીડિયોમાં, તમે એક યુવતીને મગરને નવડાવતો જોઈ શકો છો, તે પણ ઘસીને ઘસીને.તમે ભાગ્યે જ આવો વીડિયો જોયો હશે જેમાં એક યુવતી પાણીમાં રહેતા ખતરનાક મગરને આ રીતે નવડાવી રહી હોય.

હાલમાં આ વીડિયોએ બધાના હોંશ ઉડાવી દીધા છે. વીડિયોની શરૂઆતમાં તે તેના બાથરૂમમાં 90 કિલોના મગરને મોટા બ્રશથી સાફ કરતી જોવા મળે છે. આ દરમિયાન મગરનું મોં દોરડાથી બાંધી રાખેલુ જોવા મળે છે. આ યુવતિ મગરને મારી તેનું ચામડું કાઢી પેટ ફાડી હાડકાં કાઢે છે અને બ્રીફને વિવિધ રીતે રાંધી પીરસે છે.

આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે થઈ રહ્યા છે અને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો આરોપ પણ લગાવી રહ્યા છે. જો કે,કોમેન્ટમાં લોકો તેને સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધિત કરવાની માંગ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ બે વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. આ છોકરી એક ફૂડ વ્લોગર છે.