માતા-પિતા બનવું એ દુનિયાની સૌથી મોટી ખુશીઓમાંની એક છે. પરિવારમાં એક નવું મહેમાન આવે છે, જે હૃદયની સૌથી નજીક બની જાય છે. ત્યારે દુબઈના એક કપલનો અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દુબઈનું આ કપલ તેમના બીજા બાળકના માતા-પિતા બન્યું. પતિએ તેની પત્ની પર દીકરીના જન્મ પર કિંમતી ભેટોનો વરસાદ કર્યો. બીજા બાળકની માતા બનેલી મલાઈકા રાજાએ પોતે આ ખુશી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

મલાઈકાએ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં મલાઈકાએ જણાવ્યું કે બીજી વખત માતા બનવા પર તેના પતિએ તેને કઈ કિંમતી ભેટો આપી છે. જણાવી દઈએ કે, મલાઈકા સોશિયલ મીડિયા પર પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ બતાવવા માટે પ્રખ્યાત છે. મલાઇકાએ તેના ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં જણાવ્યું કે તેને બીજા સંતાન તરીકે એક પુત્રી થઇ. આના પર પતિએ તેને ગુલાબી રંગની કસ્ટમાઇઝ્ડ મર્સિડીઝ બેન્ઝ જી વેગન, 2 મિલિયન ડોલરનું ઘર, ડિઝાઇનર બેગ અને જ્વેલરી ગિફ્ટમાં આપી.

મલાઈકાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે, ‘એક એક્સપેંસિવ બેબી ગર્લ, એક નાનું બાળક તેનું બેંક ખાતું કેવી રીતે ખાલી કરી શકે છે’. વીડિયોમાં તમે જોશો કે મિસિસ રાજા તેના પતિ સાથે જોવા મળે છે. આ પછી મલાઈકા તેના પતિ તરફથી મળેલી ભેટ બતાવે છે. સૌપ્રથમ તે ગુલાબી રંગની કસ્ટમાઇઝ્ડ મર્સિડીઝ બેન્ઝ જી વેગન અને તેના 2 મિલિયન ડોલરના ઘરનું પ્રદર્શન કરે છે.

આ ઉપરાંત મહિલાને ભેટ તરીકે $100,000 ની કિંમતની આઠ ડાયોર બેગ અને $80,000 ની કિંમતના બ્રેસલેટ પણ મળ્યા. ત્યાં પતિ તેની પત્ની અને નવજાત પુત્રીની માલિશ માટે દરરોજ $10,000 ચૂકવી રહ્યો છે. મલાઇકાએ વધુમાં કહ્યું કે તેને તેની નવજાત પુત્રી માટે કપડાં ખરીદવા માટે દર મહિને $50,000 મળશે. તેમણે તેમની પુત્રીને $200,000 ની કિંમતનું ટેનિસ બ્રેસલેટ અને $70,000 ની કિંમતના સોનાના ઘરેણાં પણ ભેટમાં આપ્યા.
View this post on Instagram