સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ કોઇના કોઇ વીડિયો છવાયેલા રહે છે. તેમાંથી ઘણા વીડિયો લોકોનું ધ્યાન ખેંચે છે અને વાયરલ થઈ જાય છે. જ્યારે કોઈ વીડિયો વાયરલ થાય છે, ત્યારે લોકો તેના કંટેંટ અનુસાર પ્રતિક્રિયા આપે છે, પરંતુ ક્યારેક કેટલાક એવા વીડિયો પણ જોવા મળે છે કે જેને જોયા પછી લોકો વિચારવા મજબૂર થઇ જાય કે તેના વિશે કહેવું શું…

હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો કંઇક આવો જ છે. આ વીડિયોમાં એક છોકરો ક્યાંક બેસીને રીલ બનાવી રહ્યો છે. વીડિયો શરૂ થતાં જ તેને જોનાર વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે. આ છોકરો પહેલા માંગમાં સિંદુર બતાવે છે અને પછી વાળથી સિંદૂર ઢાંકી ‘બિન તેરે સનમ’ ગીત પર છોકરીની જેમ અભિનય કરે છે. તે આખા વીડિયોમાં આમ કરતો જોવા મળે છે.

આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો X પર @pb3060 નામના હેન્ડલથી પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે, ‘બેટી બાદ મેં બચાઓ પહેલે બેટે બચાઓ…!’
Beti baad mein bachao bete bhachao pehle#ValentinesDay pic.twitter.com/M6HGGQ8WDz
— Kungfu Pande 🇮🇳 (Parody) (@pb3060) February 13, 2025