રાત્રે બિસ્તરમાં સૂતી વખતે પડી જાય છે ફાંફા, એવા 26 વર્ષ મોટા ‘કાકા’ને બનાવ્યો બોયફ્રેન્ડ, તસવીરો જોઈને હોંશ ઉડશે
એવું કહેવાય છે કે બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધમાં ઉંમરનો તફાવત અમુક હદ સુધી મર્યાદિત હોવો જોઈએ. છોકરો હોય કે છોકરી, બંનેની ઉંમર સરખી હોવી જોઈએ અથવા 2 થી 5 વર્ષનો તફાવત હોવો જોઈએ. પરંતુ કેટલીકવાર એવા પાર્ટનર્સ પણ સામે આવે છે, જેમની વચ્ચે ઉંમરનો ઘણો મોટો તફાવત હોય છે. એકવાર 10 વર્ષનું અંતરચાલી જાય પણ કલ્પના કરો કે જ્યારે કોઈ વ્યક્તિ તેના પિતાની ઉંમરની વ્યક્તિ સાથે પ્રેમમાં પડવા લાગે ત્યારે ? ચોક્કસ તમે એ જોડીને જોઈને ચોંકી જશો.

જો કે આજે અમે તમને જે છોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેણે તેના પિતાના બેસ્ટ ફ્રેન્ડને તેનો બોયફ્રેન્ડ બનાવી દીધો. નાનપણથી જ જેને તે કાકા-કાકા કહીને બોલાવતી હતી તે જ વ્યક્તિને છોકરીએ યુવાન થતાં બોયફ્રેન્ડ બનાવી લીધો. બંને વચ્ચે ઉંમરનું અંતર પણ આશ્ચર્યજનક છે. જો કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ છોકરી જેની સાથે રિલેશનશીપમાં છે તેને સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
આ યુવતીનું નામ મેગન ડેલ રે (Megan Del Rey) છે. 26 વર્ષિય મેગને સોશિયલ મીડિયા પર તેના સંબંધો વિશે ખુલાસો કર્યો, જેના વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. વીડિયો શેર કરીને મેગને જણાવ્યું કે તેની બાજુમાં સૂતો વ્યક્તિ તેના પિતાનો બેસ્ટ ફ્રેન્ડ છે અને તે તેની સાથે રિલેશનશિપમાં છે. મેગને કહ્યું કે અમારી વચ્ચે ઉંમરમાં 26 વર્ષનો તફાવત છે. મારા પિતાનો ખાસ મિત્ર 52 વર્ષનો છે.

આ રીતે તે મારા કરતા બે ગણો મોટો છે. મેગને જણાવ્યું કે તેના આધેડ વયના બોયફ્રેન્ડને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. તે ઘણીવાર સૂતી વખતે એપનિયા માસ્ક પહેરે છે, જેથી તે આરામથી શ્વાસ લઈ શકે. મેગન કહે છે કે હું મારા પાર્ટનરને બાળપણથી ઓળખું છું, કારણ કે તે મારા પિતાનો મિત્ર છે. હું જાણું છું કે તે ખૂબ જ વિચારશીલ અને દેખરેખ કરવાવાળો છે.
જો કે, ઉંમરના તફાવતને કારણે, મેં તેની સાથે લાંબા સમય સુધી સંબંધ બાંધ્યો નહીં. પણ ધીરે ધીરે હું તેની નજીક આવવા લાગી. અમે છેલ્લા 5 વર્ષથી સાથે છીએ. મેગને વધુમાં કહ્યું કે જ્યારે અમે બંને જાહેર સ્થળોએ જઈએ છીએ ત્યારે લોકો અમને પિતા-પુત્રી સમજી લે છે પણ મને કોઈ ફરક નથી પડતો. હવે અમે બંને એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી રહ્યા છીએ.