OMG: 23 દિવસની બાળકીના પેટમાંથી નીકળી એવી વસ્તુ કે તમે પણ જાણીને રહી જશો શોક્ડ, ડોક્ટર પણ કહી રહ્યા છે દુનિયાનો પહેલો મામલો

ડોક્ટર ફફડી ઉઠ્યા અને બોલ્યા-આ તો દુનિયાનો પહેલો કેસ! 23 દિવસની બાળકીના પેટમાંથી મળ્યું આવું

ઘણીવાર ગુજરાત સહિત દેશ વિદેશમાંથી કેટલાક દુર્લભ મામલા સામે આવતા હોય છે, જે સાંભળી આપણે ચોંકી જઇએ છીએ. ઝારખંડના રાંચીમાંથી હાલ એક દુર્લભ મામલો સામે આવ્યો છે, જેમાં 23 દિવસની એક બાળકીના પેટમાંથી આઠ ભ્રૂણ નીકાળવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવુ છે કે બાળકના પેટમાં ભ્રૂણ મળવાનો મામલો રેર હોય છે. આઠ ભ્રૂણ નીકળવાનો આ દુનિયાનો પહેલો કેસ છે. આ મામલો ઝારખંડના રામગઢનો છે. બાળકીની સારવાર રાંચાની રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલી રહી છે.

ઓપરેશન કરનાર ડોક્ટરે જણાવ્યુ કે, બાળકીનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો, ત્યારે તેના પેટમાં સોજો હતો. બે દિવસ બાદ તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેન જોવા પર લાગ્યુ કે પેટમાં ડર્માઇટ સિસ્ટ હોઇ શકે છે. શરૂઆતી સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી અને 21 દિવસ બાદ બોલાવવામાં આવી. 2 નવેમ્બરના રોજ એટલે કે બુધવારે તેનું ઓપરેશન થયુ તો 8 ભ્રૂણ નીકળ્યા. હાલમાં બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. બાળકીનું ઓપરેશન કરનાર ડો.ઇમરાને કહ્યું, ‘તેને ફીટ્સ ઇન ફીટુ કહેવાય છે.

આવો કિસ્સો વિશ્વમાં 5-10 લાખમાંથી એક બાળકમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં આવા 200થી ઓછા કેસ જોવા મળ્યા છે. તે કિસ્સાઓમાં પણ નવજાત શિશુના પેટમાંથી એક કે બે ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા હતા. 8 ભ્રૂણ હોવાનો આ વિશ્વનો પ્રથમ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં આવા 10 કેસ છે. પટનાના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનુપમા શર્મા કહે છે કે ફીટ્સ ઇન ફીટુમાં બાળકના પેટમાં બાળક બનવા લાગે છે.

જો ગર્ભાશયમાં એક કરતાં વધુ બાળકોનો વિકાસ થતો હોય, તો ગર્ભના વિકાસ દરમિયાન જે કોષો બાળકની અંદર જાય છે, તે ગર્ભ બાળકની અંદર બનવા લાગે છે. જો કે, કોષો કેવી રીતે દાખલ થાય છે તે અંગે કોઈ નક્કર કારણ નથી. આપેલા કારણો માત્ર અનુભવના આધારે આપવામાં આવ્યા છે. લક્ષણો વિશે વાત કરીએ તો, નવજાત શિશુના પેલ્વિસના ભાગમાં સોજો આવે છે, એક ગઠ્ઠો રહે છે. પેશાબ બંધ થઈ જાય છે. તે ખૂબ દુખે છે.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ લક્ષણો પછી, ડૉક્ટર તપાસ કરે છે, જે તે દર્શાવે છે. આ વર્ષે મે મહિનામાં બિહારના મોતિહારીમાં 40 દિવસના બાળકના પેટમાંથી ભ્રૂણ કાઢવામાં આવ્યું હતું. બાળક મળનો ત્યાગ કરી શકતો નહોતો, જેના કારણે તેનું પેટ ફૂલી ગયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળકના ગર્ભમાં ભ્રૂણ વધી રહ્યું છે. ડોકટરોએ ઓપરેશન કરીને ભ્રૂણને કાઢી નાખ્યું, જે બાદ બાળક સુરક્ષિત છે.

Shah Jina