77 વર્ષના વૃદ્ધના પ્રેમમાં પડી આ 20 વર્ષની છોકરી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો, ખુબ જ રસપ્રદ છે બંનેની લવસ્ટોરી

77 વર્ષના બુઢ્ઢા જોડે લગ્ન કરવા માંગે છે 20 વર્ષની છોકરી, કારણ જાણીને ઉડી જશે હોશ

એવું ખહેવાય છે કે પ્રેમ નાત-જાત, ઉંમર કે કોઈ બંધનોમાં વિશ્વાસ નથી કરતો, પ્રેમ કોને ક્યારે અને ક્યાં કોની સાથે થઇ જાય તે પણ કોઈ નથી જાણતું. આ દુનિયાની અંદર ઘણી બધી એવી પ્રેમ કહાનીઓ છે જેના વિશે જાણીને આપણને પણ હેરાની થઇ જાય, ત્યારે હાલ એવી જ એક પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની છે.

આ કહાની છે મ્યાનમારમાં રહેવા વાળી એક 20 વર્ષની છોકરીને જેને 77 વર્ષના એક વૃદ્ધ સાથે પ્રેમ થઇ ગયો. આ 20 વર્ષની છોકરીને તે વૃદ્ધ સાથે એટલો બધો પ્રેમ થઇ ગયો કે હવે તે બંનેને એકબીજા સિવાય કંઈજ સારું નથી લાગતું. ધ સન મીડિયાના રિપોર્ટ અનુસાર આ 20 વર્ષીય છોકરી જેનું નામ જો છે તે મ્યાનમારમાં રહે છે અને તે એક વિધાર્થીની છે.

(પ્રતીકાત્મક તસવીર)

રિપોર્ટ પ્રમાણે તેનો 77 વર્ષનો પ્રેમી ડેવિડ ઈંગ્લેન્ડમાં રહે છે. જે એક સંગીત નિર્માતા છે. ડેવિડને કોઈ સંતાન નથી. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. બંને વચ્ચે માઈલોનું અંતર છે પરંતુ તેમ છતાં તેઓ સંબંધમાં છે. બંને વચ્ચે 57 વર્ષનું ઉંમરનું અંતર પણ તેમના પ્રેમને ઘટાડી શકતું નથી.

(પ્રતીકાત્મક તસવીર)

જો અને ડેવિડ એક ડેટિંગ સાઇટ દ્વારા મળ્યા હતા. જો 18 મહિના પહેલા એક માર્ગદર્શકની શોધમાં હતી. તેણીને એવો માર્ગદર્શક જોઈતો હતો જે તેણીને તેના અભ્યાસમાં આર્થિક મદદ કરે અને તેણીને ભાવનાત્મક ટેકો પણ આપે. બીજી તરફ રોમેન્ટિક મૂડ ધરાવતો ડેવિડ ક્યારેક ક્યારેક આ ડેટિંગ સાઇટ પર ફ્લર્ટ કરવા આવતો હતો. ડેવિડ કહે છે કે તે પોતાની જાતને ક્યારેય વૃદ્ધ નથી માનતો અને હંમેશા પોતાને જુવાન માને છે.

(પ્રતીકાત્મક તસવીર)

ડેવિડે કહ્યું કે તે ફક્ત તેના કરતા 50 વર્ષ નાની છોકરીઓ સાથે સંબંધ બાંધવા માંગતો હતો. ડેટિંગ સાઈટ પર તેને જે મળ્યું. જોએ યુકેમાં અભ્યાસ કટી વિધાર્થીની તરીકે ઓળખ આપી હતી. જોકે તે મ્યાનમારમાં રહે છે. ડેવિડ મજાકમાં કહે છે કે જોએ બ્રિટનમાં તેના જીવનસાથીને શોધવા માટે ખોટું બોલી. ડેવિડનું કહેવું છે કે તે એકબીજાને પ્રેમી અને પ્રેમિકા કહેવાનું ટાળે છે. ડેવિડ અને જો એકબીજાને સાચા મિત્રો અને જીવનસાથી માને છે.

(પ્રતીકાત્મક તસવીર)

ડેવિડે જણાવ્યું કે મ્યાનમારના આંતરિક હાલત અને કોવિડની સ્થિતિને કારણે બંને એકબીજાથી દૂર છે. બંને પહેલા ઘણી વાતો કરતા હતા. જો કે હવે ધીમે-ધીમે તેઓ એકબીજા સાથે ઈમોશનલી પણ જોડાયેલા થઈ ગયા છે. ડેવિડ કહે છે કે તે ખુશ છે કે તે જૉનો મેન્ટર અને લાઈફ પાર્ટનર બનવા જઈ રહ્યો છે. તે જલ્દી જ લગ્ન કરશે. જૉનો પાસપોર્ટ બની જતાં જ તે તેને મળવા યુકે આવશે.

Niraj Patel