ઉત્તરાયણ પર આવ્યા દુઃખદ સમાચાર : 68 મુસાફરો સાથેનું વિમાન તૂટી પડ્યું, લાશોના ઢગલા થઇ ગયા, જુઓ તસવીરો

હજુ આપણે ગઈકાલે ઉત્તરાયણ મનાવી અને આજે આવ્યા એક દુઃખદ સમાચાર. હાલમાં જ સમાચાર મળ્યા છે કે યેતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. આ ફ્લાઈટમાં આશરે 68 મુસાફરો સવાર હતા. આ પ્લેન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું. દુર્ઘટના પછી રાહત અને બચાવ કામગીરી તેજ કરાઈ છે. દુર્ઘટના પછી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, નેપાળના પોખરા પાસે યેતી એરલાઈન્સનું ATR-72 વિમાન આજે ક્રેશ થયું છે. રાજધાની કાઠમંડુથી પોખરા જઈ રહેલું યતિ એરલાઈન્સનું ATR 72 વિમાન આજે વહેલી સવારે કાસ્કી જિલ્લાના પોખરામાં ક્રેશ થયું હતું.

આ ફ્લાઈટમાં ટોટલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ મીડિયાને જણાવ્યું કે જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. વાયરલ થઇ રહેલા વિડીયો અને તસવીરોમાં અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અત્યારે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પ્લેન ક્રેશ સવારે 11 કલાકને 10 મીનિટે થઈ હતી. આ ફ્લાઇટ પોખરા ઘાટીમાં સેતી નદીની ખીણમાં પડ્યું હતું. અચાનક જ દુર્ઘટનાના સમાચાર મળતા એરપોર્ટ તથા એરલાઈન્સની સાથે તમામ એજન્સી એલર્ટ મોડ પર આવી ગઈ. ઘટના સ્થળ પર નેપાળ સેના અને સાથે જ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક રવાના થઈ ગઈ હતી.

હજુ આ પ્લેન ક્રેશ વિશે વધુ માહિતી મેળવવાની રાહ જોવાઈ રહી છે. દુર્ઘટના સ્થળે હેલિકોપ્ટર સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે.કહેવાય છે કે, ખરાબ વેધરને લીધે આ અકસ્માત થયો હોઈ શકે છે. ફ્લાઇટ પહાડી સાથે ટકરાઈને અકસ્માતગ્રસ્ત થયુ હતું અને નદીમાં જઈને પડ્યુ હતું. એક અધિકારીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 30 લાશો મળી આવી છે.

YC