58 વર્ષની હસીના, બોલ્ડનેસમાં 20-25 વર્ષની એક્ટ્રેસેસને પણ આપે છે માત, કરી ચૂકી છે 50થી પણ વધુ ફિલ્મોમાં કામ- 16600 કરોડની છે માલકિન

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેણે ખૂબ નામ કમાવ્યું. જો કે, તે હંમેશા તેની કુલ સંપત્તિ અને લગ્નને લઈને હેડલાઇન્સમાં રહી. આજે અમે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે ફિલ્મ ઉદ્યોગમાં 30 વર્ષથી વધુ સમય વિતાવ્યો છે. તેણે ડઝનબંધ ફિલ્મો અને શોમાં કામ કર્યું છે, પરંતુ તે હંમેશા તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે સમાચારમાં રહી છે. તે 58 વર્ષની છે, પરંતુ તેમ છતાં તેની બોલ્ડનેસ અને કોન્ફિડન્સમાં કોઈ ઘટાડો થયો નથી.

એવી એક્ટ્રેસ જેણે ઇન્ડસ્ટ્રીની સાથે સાથે પોતાના ચાહકોમાં પણ એક જબરદસ્ત ઓળખ બનાવી. તેનો પતિ અબજોપતિ ઉદ્યોગપતિ છે અને તે પોતે કરોડોની માલિક છે. જો કે, તે તેના વ્યાવસાયિક અને અંગત જીવન કરતાં તેની બોલ્ડનેસ માટે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ અભિનેત્રીએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, જેનો વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો. આ વીડિયો થોડીવારમાં વાયરલ પણ થઇ ગયો.

અહીં અમે કોઈ બોલિવૂડ કે સાઉથ અભિનેત્રી વિશે વાત કરી રહ્યા નથી, પરંતુ હોલીવુડ અભિનેત્રી સલમા હાયેક વિશે વાત કરી રહ્યા છીએ, જે 58 વર્ષની ઉંમરે પણ પોતાની બોલ્ડનેસથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. તાજેતરમાં જ તેણે પિનોલ્ટ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસ્યુટના કવર ફોટો માટે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું, જેનો BTS વીડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો.

આમાં તે ખૂબ જ સુંદર અને બોલ્ડ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં તેના આ વીડિયોને ઘણા વ્યૂઝ અને લાઈક્સ મળી છે. ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. 2 સપ્ટેમ્બર 1966 ના રોજ મેક્સિકોમાં જન્મેલી સલમા હાયેક બાળપણમાં અભ્યાસમાં બહુ સારી નહોતી. તેને ડિસલેક્સિયા નામની સમસ્યા હતી, જેના કારણે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવી હતી.

બાદમાં તેણે યુનિવર્સિડેડ ઇબેરોઅમેરિકાના નામની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, પરંતુ અભિનેત્રી બનવા માટે તેણે અભ્યાસ છોડી દીધો. સલમાએ 1989 માં ટીવી શો ‘ટેરેસા’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો અને અહીંથી તેની કારકિર્દી શરૂ થઈ. આ પછી તે હોલીવુડની ટોચની અભિનેત્રી બની. સલમાએ 1995 માં ફિલ્મ ‘ડેસ્પરાડો’થી હોલીવુડ ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો.

આ પછી તેણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. 30 વર્ષના કરિયરમાં તેણે 50થી વધુ ફિલ્મો અને ઘણા ટીવી શોમાં કામ કર્યું. તેની કેટલીક હિટ ફિલ્મોમાં ‘ફ્રિડા’, ‘ફ્રોમ ડસ્ક ટિલ ડોન’, ‘વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ’, ‘ધ હિટમેન’સ બોડીગાર્ડ’ અને ‘ઇટરનલ્સ’નો સમાવેશ થાય છે.

સલમાના અભિનયની હંમેશા પ્રશંસા કરવામાં આવી છે અને તેણે પોતાના દમ પર હોલીવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેને તેની પ્રતિભા માટે ઘણા પુરસ્કારો અને નામાંકનો પણ મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

ઘણા અહેવાલો અનુસાર, સલમાની કુલ સંપત્તિ લગભગ 200 મિલિયન ડોલર એટલે કે આશરે 1,600 કરોડ રૂપિયા છે. તે એક ફિલ્મ કે શો માટે લગભગ $10 મિલિયન ચાર્જ કરે છે. તે માત્ર એક અભિનેત્રી જ નહીં પણ એક ફિલ્મ નિર્માતા અને સામાજિક કાર્યકર પણ છે. સલમા ખુલ્લેઆમ મહિલાઓના અધિકારો અને લેટિનો ગ્રુપના હકમાં અવાજ ઉઠાવે છે અને આ દિશામાં સતત કામ કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Salma Hayek Pinault (@salmahayek)

Previous Article

દીકરા-દીકરી સાથે વેકેશન પર શ્વેતા તિવારી, મા-દીકરીએ બિકિનીમાં ફ્લોન્ટ કર્યુ ફિગર...ગ્લેમ લુક જોઇ ચાહકોના હાલ થયા બેહાલ

Next Article

ઓરેન્જ ટાઇટ ડ્રેસમાં એક્ટ્રેસ આકાંક્ષા પુરીએ મચાવી તબાહી, ઉપરનું ચોખ્ખું દેખાઈ રહ્યું છે, જુઓ તસવીરો

error: Protected Content!