મહેનત કરવાની કોઈ ઉંમર નથી હોતી એ સાબિત કરી આપ્યું આ 56 વર્ષની મહિલાએ, જીમમાં કસરત કરીને વહાવે છે પરસેવો, જોઈને તમે પણ વંદન કરશો, જુઓ

56 વર્ષના સાસુમાએ સાડી પહેરીને જિમમાં વહાવ્યો પરસેવો, વીડિયો જોઈને યુઝર્સ પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ

આપણે ઘણા લોકોને  જોયા હશે જેમને એક નાનું કામ બતાવીએ તો પણ આળસ કરતા હોય અને ઘણા લોકો એવા પણ હોય છે જે તરત કામ કરી પણ દેતા હોય છે. તમે ઘણા મોટી ઉંમરના લોકોને પણ એ ઉંમરમાં પરસેવો પાડતા જોયા હશે. એ જોઈને એમ થાય કે મહેનત કરવાની સાચે જ કોઈ ઉંમર નથી હોતી. ત્યારે હાલ એક આંટીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે 56 વર્ષની ઉંમરમાં જિમમાં પરસેવો વહાવતા જોવા મળ્યા.

વાયરલ વીડિયોમાં સાડીમાં સજ્જ 56 વર્ષની મહિલા તેની વહુ સાથે જીમમાં કસરત કરતી જોઈ શકાય છે. ચાર વર્ષ પહેલાં જ્યારે મહિલાને ઘૂંટણ અને પગના દુખાવાની ફરિયાદ શરૂ કરી, ત્યારે તેના દીકરો જે જીમ ચલાવે છે, તેણે તેની સારવાર પર ઘણું સંશોધન કર્યું અને અંતે તે તારણ પર આવ્યા કે તેની માતાએ કસરત શરૂ કરવી જોઈએ. આ મહિલાની ફિટનેસ સફર અહીંથી શરૂ થઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર તેની પ્રેરણાદાયી વાર્તા શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

ચાર વર્ષ પહેલાં તેના દીકરાની સલાહ પર, માતાએ તેની પુત્રવધૂ સાથે વેઇટ ટ્રેઇનિંગ અને પાવર લિફ્ટિંગ શરૂ કર્યું, જેનાથી તેણીની પીડા તો દૂર થઈ પરંતુ તે વધુ ફિટ અને મજબૂત પણ અનુભવી. હ્યુમન્સ ઓફ મદ્રાસ અને મદ્રાસ બાર્બેલના દ્વારા આ રસપ્રદ કહાનીનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

પોસ્ટની સાથેના કેપ્શનમાં લખ્યું છે, “તેણી 56 વર્ષની છે, તો શું? તે સાડી પહેરે છે અને આકસ્મિક રીતે પાવર લિફ્ટિંગ અને પુશ-અપ્સ કરે છે!” પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “ઉંમર માત્ર એક સંખ્યા છે – સાચા અર્થમાં એક શક્તિશાળી, (હૃદયથી યુવાન), પ્રેરણા આપતી સાસુ છે. તેણીની સમર્પિત અને સહાયક પુત્રવધૂ પણ તેની સાથે નિયમિતપણે કામ કરે છે. આને ‘એકબીજા સાથે વધવું’ ના કહેવાય? કેટલું પ્રેરણાદાયક જોવા મળે છે!”  આ વીડિયો ખુબ જ વાયરલ થયો અને લોકોને પણ તેમાંથી ઘણી પ્રેરણા મળી છે.

Niraj Patel