ખબર

અચાનક ATMમાંથી નીકળવા લાગી 100ની જગ્યાએ 500 રૂપિયાની નોટો, કાઢવા વાળાની લાગી મોટી ભીડ, જાણો સમગ્ર મામલો

જ્યારથી ATM મશીન આવી ગયા છે ત્યારથી લોકોને પૈસા કાઢવા માટે હવે બેંકમાં જવાની જરૂર નથી રહી. કોઈપણ ખૂણામાં જો પૈસાની જરૂર હોય તો ATMમાં જઈને ખાતામાં રહેલી રકમ ઉપાડી શકાય છે. ઘણીવાર એટીએમ સાથે જોડાયેલી એવી એવી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ.

હાલ એવો જ એક હેરાન કરી દેનારો મામલો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. આ કિસ્સામાં તકનીકી ખામીને કારણે એક એટીએમમાંથી 5 ગણા પૈસા નીકળવાનું શરૂ થઇ ગયુ. આ સમાચાર ફેલાતાની સાથે જ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે લોકોની ભીડ લાંબી કતારોમાં ઉમટી પડી હતી. બાદમાં કોઈએ બેંકને જાણ કરતાં એટીએમ બંધ કરવામાં આવ્યું હતું.

પીટીઆઈના સમાચારના અહેવાલ મુજબ આ મામલો મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ખાપરખેડા શહેરનો છે. ખાનગી બેંકના એટીએમમાં ​​આ ભૂલ સર્જાઈ હતી. 500 રૂપિયા ઉપાડવા માટે એક વ્યક્તિ ગયો ત્યારે પાંચ ગણા પૈસા ઉપાડવાની વાત સામે આવી હતી. તેને એટીએમમાંથી 500ની પાંચ નોટ મળી હતી. બુધવારની આ ઘટનાને જોતા જ વિસ્તારમાં માહિતી ફેલાઈ ગઈ હતી, ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા.

ખાપરખેડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી બેંકના ગ્રાહકે સ્થાનિક પોલીસને જાણ ન કરી ત્યાં સુધી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડતા રહ્યા. માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને એટીએમ બંધ કરી દીધું. જે બાદ પોલીસ અધિકારીઓએ આ અંગે બેંકને જાણ કરી હતી. તેમણે કહ્યું કે ટેકનિકલ ખામીના કારણે એટીએમમાંથી પાંચ ગણા પૈસા  નીકળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હકીકતમાં  ATMમાં પૈસા નાખતી વખતે નાની અસાવધાનીના કારણે આ ઘટના બની હતી. પૈસા મૂકતી વખતે 100 રૂપિયાની ટ્રેમાં 500ની નોટો રાખવામાં આવી હતી. એટીએમ મશીન પણ 100 રૂપિયાની નોટ સમજીને પૈસા ઉપાડનારને 500ની નોટો આપી રહ્યું હતું. આ કારણોસર 500 રૂપિયા ઉપાડ્યા બાદ 100-100ની પાંચ નોટને બદલે 500-500ની પાંચ નોટો આવી રહી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ મામલે હજુ સુધી કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.