ખબર

સાયરસની મર્સિડીઝને સેફટી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે, કારની ડેટા ચિપ વિદેશમાં અહીંયા મોકલાશે

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી જેમનું માર્ગ અકસ્માતમાં અમદાવાદથી મુંબઈ જતા મૃત્યુ નીપજ્યું હતું, તેમના મંગળવારે એટલે કે આજે મુંબઈમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર વર્લી સ્મશાનગૃહમાં થયા હતા. 2015માં વરલી સ્મશાન ગૃહ ખોલવામાં આવ્યું ત્યારથી, મુંબઈમાં મોટાભાગના પારસીઓએ મૃતકોને ટાવર ઓફ સાયલન્સ પર મૂકીને પરંપરાગત રીતે ગીધ દ્વારા ખાવાને બદલે અંતિમ સંસ્કાર કરવાનું પસંદ કર્યું છે.

રિચ બિઝનેસમેન કાર ઓવરટેક કરતી વખતે સૂર્યા નદીના પુલ પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગડકરીએ સોમવારે કહ્યું કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિકનું પ્રમાણ 1 લાખ 25 હજાર પેસેન્જર કાર યુનિટ (PCU) છે, તેથી અહીં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શક્યતા ઘણી વધારે છે.

IAA વર્લ્ડ સમિટમાં મંત્રી ગડકરીએ કહ્યું કે 20 હજાર કે તેથી વધુ PCUના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે 6 LANE રોડ જરૂરી છે. નેતા ગડકરીએ આ ખતરનાક એક્સીડંટમાં સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર દુ;ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કાર ચલાવતી વખતે કારમાં સીટબેલ્ટ ન બાંધવો તે ખોટું જણાવ્યું છે.

સાથે જ એ પણ કહ્યું કે કારમાં પાછળ બેઠેલા લોકો માટે સીટબેલ્ટ બાંધવો એટલો જ જરૂરી છે, જેટલું આગળની સીટ પર જે બેસે છે તેમના માટે. કાર અકસ્માતમાં મોતને ભેટેલા મિસ્ત્રીએ સીટબેલ્ટ બાંધ્યો ન હતો. આ ખતરનાક એક્સીડેંટ પછી લક્ઝુરિયસ મર્સિડીઝની હાઈ એન્ડ લક્ઝરી કારની સુરક્ષા પર પણ સવાલો ઊભા થયા છે.

હવે પોલીસે તેને બનાવનાર જર્મન કંપની મર્સિડીઝ બેન્ઝ પાસેથી તેની સેફટીની ફીચર અને ફેસિલિટીને લઈને જવાબ માંગ્યો છે. પોલીસનું કહેવું છે કે મર્સિડીઝનો દાવો છે કે તેણે યોગ્ય પરિક્ષણ બાદ જ તેના તમામ વાહનોને પ્લાન્ટમાંથી સપ્લાય કર્યા છે. તેથી, કંપનીને પૂછવામાં આવ્યું છે કે મેન્યુફેક્ચરર દ્વારા કરાયેલા ટેસ્ટ અને ઇન્વેસ્ટીગેશનમાં કોલિજન ઈમ્પેક્ટનો રિપોર્ટ શું છે….

અને શું કારમાં કોઈ મિકેનિકલ ફોલ્ટ હતો ? પોલીસ દ્વારા પણ આ સવાલો ઉઠાવવામાં આવ્યા છે કારણ કે મર્સિડીઝની GLC 220ને ગ્લોબલ NCAP ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. મર્સીડીઝ કારનો ખતરનાક અકસ્માત થતાં જ પોલીસે મર્સિડીઝ કંપનીને અકસ્માત અંગે જાણ કરી હતી. આ પછી, કંપનીએ પાલઘર પોલીસને કહ્યું છે કે કારમાં લાગેલી ડેટા રેકોર્ડર ચિપને ડીકોડિંગ કરવા માટે જર્મની મોકલવામાં આવશે. તેને ડીકોડ કરવાથી SUV વિશે સંપૂર્ણ માહિતી મળશે, જે પોલીસ સાથે શેર કરવામાં આવશે.