BREAKING : ટ્રકમાં ઘૂસી પૂરઝડપે દોડતી સ્કોર્પિયો, 5 ગુજરાતીઓને ભરખી ગયો કાળ

રાજસ્થાન : ટ્રકમાં ઘૂસી પૂરઝડપે દોડતી સ્કોર્પિયો, ભયંકર અકસ્માતમાં ભુજના ડોક્ટર પરિવારના 5 લોકોના મોત…

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં જ રાજસ્થાનના બિકાનેરમાં પૂરપાટ ઝડપે દોડતી સ્કોર્પિયો આગળ જતી ટ્રકમાં ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ડોક્ટર દંપતીની સાથે સાથે તેમની પુત્રી સહિત બે પરિવારના 5 લોકોના કરુણ મોત નિપજ્યા.

ટ્રકમાં ઘૂસી સ્કોર્પિયો

જણાવી દઇએ કે, આ અકસ્માત નોખા વિસ્તારના રાસીસર ગામ પાસે ભારતમાલા રોડ પર આજે સવારે 5 વાગ્યા આસપાસ થયો હતો. મૃતકો ગુજરાતના રહેવાસી હતા. ઘટનાની જાણ થતા પોલિસ પણ દોડી આવી હતી. હાસ તો પાંચેય મૃતકોના મૃતદેહને નોખાની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

5 લોકોના કરુણ મોત

પોલીસ અનુસાર, એવું માનવામાં આવી રહ્યુ છે કે સ્કોર્પિયો ચલાવનાર વ્યક્તિ ઊંઘી ગયો હોવાને કારણે કાર ટ્રકમાં ઘૂસી ગઈ અને કારમાં સવાર 5 લોકોના મોત નિપજ્યા. અકસ્માત બાદ બધા કારમાં જ ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

સ્કોર્પિયો કાર સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ

અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કાર સંપૂર્ણ રીતે કચડાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ ગુજરાતના ડો.પ્રતિક, તેમની પત્ની હેતલ, ગુજરાત કોમ્યુનિટી હેલ્થ ઓફીસર ર્ડા.પૂજા તેમના પતિ અને તેમની પુત્રી તરીકે થઇ છે.

Shah Jina