ભાઈ હોવા છતાં પણ ચાર બહેનોએ આપવો પડ્યો પિતાની અર્થીને કાંધો, અંતિમ સંસ્કારમાં ભાઈને ભટકવા પણ ના દીધો

4 બહેનોએ પિતાની અર્થીને આપ્યો કાંધો, અંતિમ સંસ્કારમાં ભાઈને ભટકવા પણ ના દીધો, જાણો કેમ ?

આપણા હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર આજે પણ ઘણા એવા કામો છે જે માત્ર દીકરાઓ જ કરી શકે છે. પરંતુ આજના આધુનિક જમાનામાં ઘણા પરિવારોમાં આ પરંપરાઓ તોડી અને આગળ પણ વધી રહ્યા છે. આવો જ એક કિસ્સો યુપીના ઝાંસીમાંથી સામે આવ્યો છે. જ્યાં પોતાના પોતાની અર્થીને ચાર દીકરીઓ દ્વારા કાંધો આપવામાં આવ્યો હતો.

નવબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ડડીયાપુરા ગલ્લા મંડી રોડ નિવાસી ગોરેલાલ સાહુનું ગત શુક્રવારના રોજ હાર્ટ એટેક ના કારણે નિધન થયું ગયું હતું. પિતાના નિધનની ખબર મળવાની સાથે જ તેમની ચાર દીકરીઓ દીકરી તરીકેની ફરજ નિભાવવા માટે પિતાના ઘરે આવી પહોંચી હતી. ત્યારબાદ ભીની આંખોએ ચારેય દીકરીઓએ પિતાને અંતિમ વિદાય આપી અને અર્થીને કાંધો પણ આપ્યો.

દીકરીઓએ પિતાની અર્થીને વિધિ વિધાન સાથે મુક્તિધામ સુધી પહોંચાવ્યાં. અહીંયા હિન્દૂ રીતિ રિવાજ અનુસાર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જયારે દિકરીઓએ પિતાને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર કર્યો ત્યારે આસપાસના લોકો પણ હેરાન રહી ગયા હતા. કારણ કે મૃતકનો પુત્ર હોવા છતાં પણ દીકરીએ મુખાગ્નિ આપી.

જયારે પત્રકારે મૃતકની દીકરીને પૂછ્યું કે ભાઈ હોવા છતાં પણ અર્થીને કાંધો કેમ આપ્યો ? તો તેમને જણાવ્યું કે ભાઈ પિતા સાથે લડાઈ કરતો હતો અને અવાર નવાર તેમને પ્રતાડિત પણ કરતો હતો. જેના કારણે ચારેય બહેનોએ મળીને પિતાની દેખરેખ કરી. જયારે પિતાનું નિધન થયું ત્યારે બધી બહેનોએ નક્કી કર્યું કે ભાઈને શબને હાથ પણ નહિ લગાવવા દે. બધાએ મળીને અંતિમ સંસ્કારની રસમ પૂર્ણ કરી.

Niraj Patel