અંતિમ સંસ્કારમાંથી પાછા આવી રહેલા ચારનાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં મોત
Surat’s 4 youth die in accident : ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતની ખબર સામે આવે છે. કેટલીકવાર તો ઘણા લોકો અકસ્માતને કારણે પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે હાલમાં જ એક અકસ્માતની ખબર સામે આવી. જેમાં ઔરંગાબાદના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર બુધવારે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહેલા સુરતના ચાર યુવકો મોતને ભેટ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના પાંચ લોકો એક સંબંધીના અંતિમ સંસ્કારમાંથી પરત ઘરે ફરી રહ્યા હતા,
આ સમયે તેઓ મલ્ટી-યુટિલિટી વ્હીકલ (MUV)માં હતા ત્યારે એક્સપ્રેસ વે પર કરમાડ પાસે અકસ્માત સર્જાયો. બુધવારે સવારે કાર ડિવાઈડર સાથે અથડાતા ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. મૃતકોમાં સંજય ગૌડ, ક્રિષ્ના ગૌડ, શ્રીનિવાસ ગૌડ અને સુરેશ ગૌડનો સમાવેશ થાય છે. જો કે, આ અકસ્માતમાં સુરેશના 19 વર્ષીય પુત્રનો બચાવ થવા પામ્યો છે.
અકસ્માતને કારણે તે ખૂબ જ ડરી ગયો છે અને તેને કારણે પોલિસ હજુ તેનું નિવેદન નોંધી નથી શકી. ઔરંગાબાદ ગ્રામીણ પોલીસના જણાવ્યા અનુસાર, સમૃદ્ધિ મહામાર્ગના જયપુર-સિવાર પેચ પર બુધવારે સવારે આ ઘટના બની હતી. હાઈવે પર એક પોઈન્ટ છે જ્યાં રસ્તાની બંને બાજુએ કનેક્ટર છે જ્યાંથી વાહનો યુ-ટર્ન લઈ શકે છે. આ દરમિયાન અર્ટિગા કાર કનેક્ટરની દિવાલ સાથે અથડાઇ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડ્રાઈવર અને આગળની સીટ પર બેઠેલા વ્યક્તિ કચડાઈ ગયા હતા. અકસ્માતની અસર પછી કારની એરબેગ્સ ખુલી હતી પણ ટક્કર એટલી ભયાનક હતી કે કારમાં સવાર વ્યક્તિઓને બચાવી શકી નહીં. એક વરિષ્ઠ પોલીસ અધિકારી અનુસાર, ઊંઘને કારણે ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી ગુમાવ્યો હશે.