પ્રેમ ખરેખર આંધળો હોય છે ! 80 વર્ષના વૃદ્ધ સાથે 35 વર્ષિય યુવતિને થઇ ગયો પ્રેમ- જલ્દી જ બંને કરવા જઇ રહ્યા છે લગ્ન

આ દાદાની તો લાઇફ સેટ બોસ…35 વર્ષની હોટ યુવતિને પહેલા બનાવી ગર્લફ્રેન્ડ અને હવે કરવા જઇ રહ્યા છે લગ્ન

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ જાતિ, ધર્મ કે સમુદાય તો નથી જ જોતો પરંતુ ઉંમર પણ નથી જોતો. એક અમેરિકન છોકરીએ આ સાબિત કરી દીધું છે. એક 35 વર્ષિય યુવતી વૃદ્ધાશ્રમમાં 80 વર્ષના વૃદ્ધને મળી. છોકરી તેમને જોતાંની સાથે જ પ્રેમમાં પડી ગઈ અને તેને પોતાની સાથે ઘરે લાવી. જો કે આટલું જ નહિ હવે તે તેની સાથે લગ્ન કરવા પણ જઈ રહી છે.

આ યુવતિને ઘણી ટ્રોલ કરવામાં આવે છે, પરંતુ તેને કોઈ ફરક પડતો નથી. ધ સનના રીપોર્ટ અનુસાર, 35 વર્ષીય ટિફની ગુડટાઇમ (Tiffany Goodtime) સોશિયલ મીડિયા પર તેના જીવન સાથે સંબંધિત ઘણા ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે. તે તેના સંબંધો વિશે પણ ઘણી વાતો કરે છે.

જણાવી દઈએ કે ટિફની વિસકોન્સિનની રહેવાસી છે. થોડા સમય પહેલા તે એક વૃદ્ધાશ્રમમાં ગઈ હતી જ્યાં તેણે એક 80 વર્ષના વૃદ્ધને જોયા. તે તેને એટલા બધા ગમી ગયા કે ધીમે ધીમે તે તેને મળવા લાગી અને પછી તેમને પોતાની સાથે ઘરે લઈ આવી. બંને એક ઘરમાં સાથે રહેવા લાગ્યા અને હવે ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવાના છે.

ટિફનીએ કહ્યું કે તેનો પરિવાર તેના નિર્ણયથી બહુ ખુશ નથી. પણ તેને કોઈ ફરક પડતો નથી. એક વીડિયોમાં ટિફનીએ કહ્યું હતુ કે તેને મોટી ઉંમરના લોકોની સંગત ગમે છે કારણ કે તેઓ તેને 20 વર્ષની હોય તેવું અનુભવ કરાવે છે. ટિફની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, હજારો લોકો તેને ફોલો પણ કરે છે.

જો કે મોટાભાગના લોકો તેને ટ્રોલ કરે છે. ઘણી વાર લોકો કહે છે કે ટિફની ફક્ત પૈસાના કારણે તે માણસ સાથે છે. ત્યાં ઘણા લોકો તેને ખૂબ ભાગ્યશાળી પણ માને છે. કેટલાક તેનું સમર્થન કરે છે તો કેટલાક તેને કહે છે કે જો તે બંને સાથે ખુશ હોય, તો તેમણે બીજાની ચિંતા ન કરવી જોઈએ.

Shah Jina