“ચૂંદડી મહિયરની”: પિતાની છત્રછાયા ગુમાવનાર 300 દીકરીઓના પાલક પિતા બનીને કન્યાદાન કરશે મહેશ સવાણી, બે વર્ષ બાદ યોજાશે ભવ્ય સમૂહ લગ્નોત્સવ

સુરતના અને આખા ગુજરાતની અંદર પોતાની સેવા ભાવનાથી લોકોના દિલોમાં એક આગવું સ્થાન ધરાવનારા સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિ મહેશ સવાણી ફરી એકવાર માનવતા મહેકાવતું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે. અત્યાર સુધી તેમને માતા-પિતા વિહોણી ઘણી દીકરીઓના લગ્ન કરાવી તેમના પાલક પિતા બન્યા છે, તો કોરોના મહામારી દરમિયાન પણ તેમના સેવાકીય કાર્યોના પડઘા સાંભળવા મળ્યા છે.

મહેશ સવાણીએ અત્યાર સુધી પિતા વિહોણી ઘણી દીકરીઓના લગ્ન પાલક પિતા બનીને કરાવ્યા છે, પરંતુ કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી તેમને સમૂહલગ્નનું આયોજન નહોતું કર્યું, પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતા લગ્ન સમારોહ 4 અને 5 ડિસેમ્બર એમ બે દિવસ સુધી યોજાશે. જેમાં 300 પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરવામાં આવશે.

મહેશ સવાણી દ્વારા કરવામાં આવી રહેલા આ સમૂહલગ્નમાં હિન્દૂ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની દીકરીઓનો પણ સમાવેશ થાય છે. કોરોનાને કારણે સમૂહ લગ્નમાં દીકરીઓને ભેટ, ઘરવપરાશની વસ્તુઓ અને ટુર પેકેજમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં. કોરોના પહેલા દીકરીઓને આપવામાં આવતી કુલ્લુ-મનાલીનું ટુર પેકેજ, ઘરગથ્થુ વસ્તુઓ આ વખતે પણ આપવામાં આવશે.

થોડા સમય પહેલા મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં મહેશભાઈએ જણાવ્યું હતું કે સુરતની અંદર ચૂંદડી મહિયરની અંતર્ગત આગામી ડિસેમ્બર 4 અને 5 તારીખે યોજાનારા છે. આ પ્રસંગે પિતા વિહોણી દીકરીઓના પાલક પિતા તરીકેની જવાબદારી મહેશભાઈ સ્વીકારી વિધવા બહેનોને તેમની જવાબદારીમાંથી મુક્ત કરશે એમ પણ તેમને જણાવ્યું હતું.

સવાણી ગ્રુપ દ્વારા 10 વર્ષમાં 3000 લગ્નો કરનાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે તેઓ માત્ર સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં નિરાધાર દીકરીઓના લગ્ન કરાવે છે. તેમણે છેલ્લા 10 વર્ષમાં 3000 દીકરીઓના લગ્ન કરાવ્યા છે. તેઓ 4446 દીકરીઓના પાલક પિતા છે.

મહિયરની ચૂંદડી માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રે ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ મહેશભાઈ સવાણીએ આમંત્રણ પાઠવ્યું હતું. જેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં સામે આવી હતી.

Niraj Patel