આજે શ્રાવણ મહિનાના સોમવારે બન્યા 3 ખાસ યોગ! શિવલિંગ પર આ એક વસ્તુ ચઢાવવાથી કિસ્મત ખુલી જશે

તમારા અટકેલા તમામ કામો થશે પૂર્ણ, સોમવારે આ રીતે કરો શિવજીની પૂજા

હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ મહત્વ રહેલું છે. 14 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજે 18 જુલાઈ 2022 શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. શ્રાવણ મહિનાના સોમવારનું બહુ મહત્વ છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો અને ખાસ કરીને સોમવારનું વિશેષ મહત્વ રહેલું છે. જે લોકો શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત રાખે છે,ભગવાન શિવની પુરા ભક્તિ ભાવ સાથે પૂજા અર્ચના કરે છે અને અભિષેક કરે છે તેમની ભગવાન ભોળાનાથ તમામ મનોકામના પૂર્ણ કરે છે.

આજના દિવસે ભારતના હજારો શિવ મંદિરો પર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ અવસરે સાચા મનથી ભગવાન શંકરની પૂજા અર્ચના કરવામાં આવે તો શિવજી તેના ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે. તો આવો જાણીએ  આજના દિવસે ક્યા ક્યા યોગ બની રહ્યા છે અને તેનું મહત્વ શું છે.

શ્રાવણ મહિનાના સોમવારે બની રહ્યા છે 3 શુભ યોગ: વર્ષ 2022ના શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલા માટે પણ ખાસ બની ગયો છે કારણ કે, આ દિવસે વિશેષ યોગ બની રહ્યા છે. આજે શ્રાવણના સોમવારે રવિ યોગ,મૌના પંચમી યોગ અને શોભન યોગ બની રહ્યો છો. રવિ યોગમાં શિવજીની પૂજાની સાથે મંત્ર સાધના કરવાથી ઈચ્છિત વરસાદ મળે છે. આજે મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરો. આ સાથે મૌના પંચમી હોવાને કારણે શિવજીની સાથે સાથે નાગ દેવતાની પણ પૂજા કરો. તો બીજી તરફ દુર્લભ સંયોગ શોભન યોગમાં વ્રત-પૂજા કરવાથી ખુબ ધન વૈભવ અને સૌભાગ્ય મળે છે.

શિવલિંગ પર રુદ્રાક્ષ અર્પિત કરો: શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ગંગાજળ,બિલિપત્ર, મધ,ધતુરો,ભાંગ,કપૂર,દૂધ,ચોખા,સફેદ ફૂલ,ચંદન અને રાખ(ભસ્મ) વગેરે અર્પિત કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, રુદ્રાક્ષની ઉત્પત્તિ શિવજીના આંસુથી થઈ હતી. જો શ્રાવણ મહિનાના સોમવારના દિવસે શિવલિંગ પર રુદ્રાક્ષ અર્પણ કરવામાં આવે તો વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે અને તેને અપાર સફળતા મળે છે. ભગવાન શિવના આંસુઓથી બનેલા રુદ્રાક્ષ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવાની તાકાત રાખે છે. આ ઉપરાંત રુદ્રાક્ષ ધારણ કરવા માટે પણ શ્રાવણ મહિનો અને સોમવાર ઉત્તમ સમય છે.

YC