જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં 3 આતંકી હુમલા, ડોડામાં ચેક પોસ્ટ પર ગોળીબાર, 6 જવાન ઘાયલ
3 Terror Attacks In 3 Days In J&K : જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવારે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અધિક પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું કે જિલ્લાના છત્તરગલા વિસ્તારમાં 4 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. તેમણે કહ્યું કે સુરક્ષા જવાનોએ જવાબી કાર્યવાહી કરી અને મુઠભેડ ચાલુ છે. આ હુમલામાં 6 જવાન ઘાયલ થયા છે.
રિયાસીના પૌની તાલુકાના ચાંડી મોડ વિસ્તારમાં આતંકવાદી હુમલાના ત્રીજા દિવસે મંગળવારે કઠુઆ જિલ્લાના હીરાનગર તહસીલના સૈદા સોહલ ગામમાં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ જમ્મુ વિભાગના તમામ સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ પર છે. રવિવાર વિવિધ શહેરોમાં સુરક્ષા અનેકગણી વધારી દેવામાં આવી છે. જમ્મુ શહેરમાં પણ મોડી સાંજે દરેક ચેકપોઇન્ટ પર વધારાના સૈનિકો તૈનાત જોવા મળ્યા હતા.
આ સાથે જમ્મુ, સાંબા અને કઠુઆમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો પહેલા કરતા વધુ સતર્ક થઈ ગયા છે. એ જ રીતે સરહદને અડીને આવેલા વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે સુરક્ષા દળો છુપાયેલા આતંકવાદીઓને બહાર કાઢવા માટે એક વિશાળ ઓપરેશન ચલાવી રહ્યા છે જેમણે મંગળવારે સાંજે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ (IB) નજીકના એક ગામમાં હુમલો કર્યો હતો અને એક નાગરિકને ઘાયલ કર્યો હતો.
પોલીસે કહ્યું કે કઠુઆ ઓપરેશનમાં સુરક્ષા દળોએ એક શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો છે. રિયાસી જિલ્લાના શિવ ખોડી મંદિરથી કટરા જતી એક યાત્રાળુની બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યાના બે દિવસ બાદ જમ્મુ ક્ષેત્રમાં આ હુમલો થયો છે. જેના કારણે બસ રોડ છોડીને ઉંડી ખાઈમાં પડી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતા અને 41 લોકો ઘાયલ થયા હતા.
બુધવારે સવારે મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક લાખ રૂપિયાની રોકડ મળી આવી છે.
#WATCH | Jammu and Kashmir: Search operation underway in Bhaderwah, Doda as an encounter is underway between security forces and terrorists in Chattargala area of Doda.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/AyaBVYQDXR
— ANI (@ANI) June 12, 2024