જ્યોતિષશાસ્ત્રમાં ભૌતિક સુખ-સુવિધાઓ, વૈભવ અને સમૃદ્ધિના કારક ગણાતા શુક્ર દેવ ટૂંક સમયમાં પોતાની ગતિ બદલવા જઈ રહ્યા છે. 3 ઓક્ટોબરના રોજ બપોરે 12:45 વાગ્યે શુક્ર તુલા રાશિમાં વક્રી એટલે કે ઉલ્ટી ચાલ શરૂ કરશે અને 14 નવેમ્બરની સવારે 5:57 વાગ્યા સુધી આ જ સ્થિતિમાં રહેશે. શુક્રની આ 42 દિવસની વક્રી ગતિ તમામ 12 રાશિઓ પર અસર કરશે, પરંતુ 4 ખાસ રાશિઓ માટે આ સમયગાળો અત્યંત ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યો છે. આ દરમિયાન તેમને અણધાર્યો આર્થિક લાભ થવાની સાથે નવું ઘર, વાહન અને ભૌતિક સુખ-સુવિધાઓ મેળવવાના સપનાઓ સાકાર થઈ શકે છે.

વૃષભ રાશિ
શુક્રની વક્રી ગતિ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. 3 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચેના સમયગાળામાં નોંધપાત્ર આર્થિક લાભ થવાથી બેંક બેલેન્સ મજબૂત બનશે. રોકાણ માટે ઉત્તમ તકો મળશે અને સમજદારીપૂર્વક લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવશે. આ સાથે જ નોકરી અને વ્યાપાર ક્ષેત્રે પદ, પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો થશે તેમજ કરિયરમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે.

તુલા રાશિ
તુલા રાશિમાં જ શુક્ર વક્રી થતો હોવાથી આ જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે અને નાણાકીય સ્થિતિમાં ઝડપથી સુધારો જોવા મળશે. બેરોજગાર લોકોને નવી નોકરી કે કામની ઉત્તમ તકો મળી શકે છે તથા કાર્યસ્થળે કામની પ્રશંસા થતાં માન-સન્માન વધશે. મહેનતનું યોગ્ય પરિણામ મળશે અને નોકરી-ધંધામાં લેવાયેલા સાચા નિર્ણયોથી નવા ઘર કે વાહનની ખરીદી શક્ય બનશે.

મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શુક્રનું વક્રી ભ્રમણ અત્યંત અનુકૂળ અને લાભદાયી સમય લઈને આવી રહ્યું છે. આ 42 દિવસો દરમિયાન આવકના પ્રવાહમાં સતત વધારો થશે, જેનાથી તમે પહેલા કરતાં વધુ બચત કરવામાં સફળ રહેશો. લાંબા સમયથી અટકેલી કે ખોરંભે પડેલી યોજનાઓ ફરી શરૂ કરવા માટે સંજોગો સાનુકૂળ બનશે. કરિયરમાં કરવામાં આવેલા સતત પ્રયાસો હવે ફળદાયી સાબિત થશે અને જીવનમાં મોટી સફળતા તથા પ્રગતિ પ્રાપ્ત થશે.

મીન રાશિ
મીન રાશિના જાતકો માટે શુક્રની આ ઉલ્ટી ચાલ અણધાર્યા નાણાકીય લાભ અને મોટો ફાયદો અપાવી શકે છે. ભૂતકાળમાં અટવાયેલા કે ખોવાઈ ગયેલા માનેલા નાણાં અચાનક પરત મળવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જો તમે નવું ઘર કે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો સકારાત્મક પરિણામો મળશે. આ સિવાય કાર્યસ્થળ પર કોઈ મોટો પ્રોજેક્ટ કે ડીલ મળી શકે છે અને કોઈ પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાનું તમારું સ્વપ્ન સાકાર થઈ શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)