આ તે કુદરતે શું ધાર્યું છે….વડોદરામાં 27 વર્ષના વકીલનું હાર્ટએટેકથી મોત

કુદરતે શું ધાર્યું તમે…..ભરી જવાનીમાં વકીલનું હ્રદય બેસી ગયું. હાર્ટએટેકથી મૃત્યુ, જાણો સમગ્ર વિગત આર્ટિકલમાં…

Vadodara advocate died from heart attack : ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી મોત થવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં તો રાજકોટ, સુરત અને વડોદરામાંથી અનેક હાર્ટ એટેકના મામલા સામે આવી ચૂક્યા છે. ત્યારે હાલમાં ફરી એકવાર રાજ્યમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયુ હોવાની ખબર સામે આવી છે. વડોદરામાં 27 વર્ષના એડવોકેટનું હાર્ટએટેકથી મોત થયું છે.

એડવોકેટ નિહાલ ત્રિવેદીના હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવ્યા બાદ વડોદરા ડિસ્ટ્રિક્ટ ક્રિમીનલ બાર એસોસિએશનમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે, આ સાથે એસોસિએશન દ્વારા નિહાલને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. નિહાલના મોત બાદ પરિવારની માથે પણ આભ ફાટી પડ્યુ છે.

આ પહેલા સુરતનાં ઉધનાં વિસ્તારમાં એક યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો અને તે બાદ તેનું મોત હાર્ટ એટેકને કારણે થયુ હોવાનું સામે આવ્યુ હતુ. આ પહેલા પણ બે દિવસ અગાઉ હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા હતા. જેમાં સુરતના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારીને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નિપજ્યુ હતુ. જે બાદ તપાસમાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.

Shah Jina