એક છોકરીએ જે છોકરીને દિલથી ચાહ્યો અને એ ઘડી પણ આવી ગઇ કે તેની સાથે તેના લગ્ન થવાના હતા. પણ લગ્નની છેલ્લી ઘડીએ જ છોકરીએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની ના કહી દીધી. છોકરી પોતાનાથી 24 વર્ષ મોટા વ્યક્તિ સાથે પ્રેમમાં પડી ગઇ અને તેની એ કદર દીવાની થઇ ગઇ તેણે તેના કોલેજના પ્રેમને ઠુકરાવી દીધો.
અમાંડા કેનન નામની આ છોકરીએ તેની માતાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને સેટલ થઇ અને હવે તે એક બાળકને જન્મ પણ આપવાની છે. તો ચાલો જાણીએ અનોખી પ્રેમ કહાની વિશે. વાત 2017ની છે, જ્યારે અમાંડા પહેલી જ નજરમાં 54 વર્ષના રેડિયો ડીજે એસને પોતાનું દિલ આપી બેઠી. એસે છૂટાછેડા લીધેલા હતા અને બીજીવાર લગ્ન ન કરવાની કસમ પણ ખાધી હતી.
પણ લાઇફમાં અમાંડાની એન્ટ્રી થઇ અને તે બાદ તેના દિલમાં પણ પ્રેમ પાંગર્યો. ચાર વર્ષ રિલેશનશિપમાં રહ્યા બાદ અમાંડા અને એસે જાન્યુઆરી 2021માં લગ્ન કરી લીધા. બંને જૂનમાં એક બાળકની ઉમ્મીદ કરી રહ્યા છે. નોર્થ કેરોલિનાના મોરેસવિલેની રહેવાસી અમાંડાનું કહેવુ છે કે તેને એ વાતથી કોઇ ફરક નથી પડતો કે એસ અને તેની માતા એક ઉંમરના છે.
તેનું કહેવુ છે કે પ્રેમમાં કોઇની ઉંમર નથી જોવામાં આવતી. તે તો બસ થઇ જાય છે. એસનું કહેવુ છે કે તે અમાંડાની ખૂબસુરતી પર એટ્રેક્ટ થઇ ગયો હતો, પણ તે એ પણ જાણતો હતો કે બંનેની ઉંમરમાં ઘણુ અંતર છે. તેના અનુસાર, તેણે સપનામાં પણ ક્યારેય નહોતુ વિચાર્યુ કે કોઇ ખૂબસુરત છોકરી તેનામાં દિલચસ્પી લેશે.
અમાંડાનું કહેવુ છે કે જ્યારે તમે એક મોટા છોકરાને ડેટ કરો છો, તેની ઉંમર લગભગ 50 છે તેની પ્રેમિકા કહેવામાં થોડુ અજીબ લાહે છે. એસ જણાવે છે કે ઘણીવાર એવું થયુ કે લોકો તેમને બાપ-દીકરી સમજી બેઠા. તેમણે કહ્યુ- અમાંડા તેની દીકરી કરતા માત્ર સાત વર્ષ જ મોટી છે. જો કે, આ અનોખા કપલે કહ્યુ કે, અમે એકબીજા માટે મહત્વપૂર્ણ છીએ.