કોરોના સંક્રમિત દર્દીના શબને નિયમો વગર દફનાવી દીધું, હવે થઇ ગયું આટલા લોકોનું મોત, જાણીને તમારું કાળજું પણ કંપી ઉઠશે

આજે આખો દેશ કોરોનાની ચપેટમાં આવી ગયો છે, દેશના ઘણા બધા રાજ્યોની અંદર કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. એવું જ એક રાજ્ય છે રાજસ્થાન.  જ્યાં કોરોનાના કારણે સતત લોકોની મોત થઇ રહી છે. આ કર્મમાં સીકર જિલ્લાના એક ગામમાં કથિત રીતે કોઈપણ પ્રકારના પ્રોટોકોલ વગર કોરોના સંક્રમિત દર્દીની લાસ દફનાવી દીધા બાદ 21 લોકોનું મોત થઇ ગયું છે. જો કે અધિકરીઓનો દાવો છે કે 15 એપ્રિલથી 5 મે સુધી વાયરસને લઈને ચાર લોકોનું મોત થયું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર એક કોરોના સંક્રમિત વ્યક્તિના શબને 21 એપ્રિલના રોજ સીકર જિલ્લાના સીરવા ગામમાં લાવવામાં આવ્યું હતું. ત્યારે લગભગ 150 લોકોએ અંતિમ સંસ્કારમાં ભાગ લીધો હતો અને કોરોના વાયરસ પ્રોટોકોલનું પાલન કર્યા વગર તેને દફન કરી દેવામાં આવ્યો હતો. તેમને કહ્યું કે શબને પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢવામાં આવ્યું અને ઘણા લોકોએ તેને દફનાવતી વખતે સ્પર્શ પણ કર્યો.

અધિકરીઓનો દાવો છે કે 21 મોતમાંથી કોરોનાના કારણે ફક્ત 3-4 લોકોના મોત થયા છે. વધારે પડતા મોત વૃદ્ધાવસ્થાના કારણે થયા છે. અમારા દ્વારા ગામમાં થવા વાળી મોતની તપાસ કરવા માટે 147 પરિવારોના સદસ્યોના નૂમના લીધા. લક્ષ્મણગઢના ઉપ વિભાગીય અધિકરી કુલરાજ મીણાએ જણાવ્યું કે આ સેમ્પલોની તપાસ કરવામાં આવશે કે શું આટલા લોકોનું કોરોનાના કારણે મોત થયું છે કે પછી તેની પાછળ કોઈ બીજું કારણ છે.

તેમને કહ્યું કે પ્રસાશન દ્વારા ગામમાં સ્વછતા અભિયાન ચલાવવામાં આવ્યું છે. ગ્રામીણોને સમસ્યા વિશેની ગંભીરતા વિશે સમજાવવામાં આવ્યા છે અને હવે તે સહયોગ કરી રહ્યા છે. સીકરના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી અજય ચૌધરીએ કહ્યું છે કે સ્થાનિક અધિકારીઓ પાસે એક રિપોર્ટ મંગાવામાં આવી છે જેના બાદ આ મામલામાં ટિપ્પણી કરી શકશે.

ખીરવા ગામ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સીંહ \ડોટાસરાના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. તેમને પહેલા સંક્રમિત લાશને દફનાવ્યાં બાદ થયેલી મોતની જાણકારી સોશિયલ મીડિયામાં શેર પરંતુ બાદમાં તેને હટાવી દીધી. તેમને કહ્યું, “ઊંડા દુઃખ સાથે મારે આ કહેવું પડશે કે 20થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે અને ઘણા લોકો સંક્રમિત છે.”

Niraj Patel