10 જુલાઈના રોજ બુધ કરશે મિથુન રાશિમાં પ્રવેશ, 24 ક્લાક બાદ ખુલી જશે આ રાશિઓની કિસ્મત

જ્યોતિષશાસ્ત્રના આધારે ગ્રહો અને નક્ષત્રોની ચાલમાં ફેરફારો થતા રહે છે જેની સીધી જ અસર જે તે રાશિ પર પડે છે. આ અસર શુભ કે અશુભ એમ બંને પ્રકારની હોય છે. જો આ અસર શુભ હોય તો જે તે રાશિના વ્યક્તિનું જીવન બદલાઈ જાય છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને જો આ અસર અશુભ હોય તો જે તે રાશિના લોકોએ સાવચેતી પૂર્ણ રહેવું પડે છે અને ઘણા નુકસાનો પણ વેઠવા પડે છે.

એવામાં ગ્રહોના રાજ કુમાર એવા બુધ 10-જુલાઈના રોજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. બુધ વૃષભ રાશિમાંથી નીકડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 10- જુલાઈના રોજ સવારે 9.40 મિનિટ પર બુધ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આ બુધ ગોચર રવિ યોગમાં થશે. બુધને બુદ્ધિ, સંપન્નતા, વ્યપાર અને આર્થિક ઉન્નતિના કારક માનવામાં આવે છે. એવામાં બુધના આ રાશિ પરિવર્તનથી આ ત્રણ ભાગ્યશાળી રાશિને ખુબ ફાયદો થવાનો છે. આવો તો જાણીએ કંઇ છે આ ત્રણ રાશિઓ

1. સિંહ: સિંહ રાશિના 11માં ભાવમાં બુધનું ગોચર થવા જઈ રહ્યું છે. આ ગોચરથી સિંહ રાશિના લોકોમાં આર્થિક ઉન્નતિ આવશે, વૈવાહિક જીવન ખુબ જ ખુશહાલની સાથે વ્યતીત થશે. આવકમાં ખુબ વૃદ્ધિઓ થશે. જીવનસાથી સાથે બગડેલા સંબધો પણ સુધરવા લાગશે.નોકરીની શોધ કરતા લોકોને જલ્દી જ નોકરી મળશે. કોઈપણ જગ્યાએ રોકાણ કરવા માટે તમારા માટે આ બેસ્ટ સમય છે.

2. કન્યા: બુધ કન્યા રાશિના દસમા ભાવમાં ગોચર કરશે.આ ગોચરથી કન્યા રાશિના લોકોને મહેનતનું પૂરું ફળ મળશે,અને કાર્યસ્થળ પર તમારી ખુબ પ્રશંસા થશે. નોકરી મળવાના પુરા યોગ બની રહ્યા છે.કારોબારમાં વૃદ્ધિની સાથે નવા સંબંધો સ્થાપિત થશે.નોકરી માટેની નવી નવી ઓફર્સ આવતી જણાશે.આ સમયમાં પન્ના રત્ન તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે, માટે આ રત્ન ચોક્કસ ધારણ કરો.

3. મકર: મકર રાશિ માટે બુધનું આ ગોચર કોઈ વરદાનથી કમ નથી.ભાગ્યનો પૂરો સાથ મળવાથી દરેક પ્રકારના કાર્યોમાં તમને સારી સફળતા મળશે. ભાગ્ય તમારી સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે. તમારી કાર્યશૈલીમાં ખુબ નિખાર આવશે. નોકરીમાં ખુબ તરક્કી થશે અને જીવન સુખ-શાંતિથી ભરપૂર રહેશે.

4. વૃષભ:બુધનું ગોચર વૃષભ રાશિના બીજા ભાવમાં થશે. એવામાં આ રાશિ માટે આવનારો સમય ખુબ જ ભાગ્યવાન રહેવાનો છે. અચાનક ધનલાભ થઇ શકે તેમ છે. કોઈ જમીન કે પ્રોપર્ટીના વેંચાણથી મોટું ધન મળી શકે તેમ છે. વ્યાપાર માટે આ સમય તમારા માટે ખુબ ફાયદેમંદ રહેવાનો છે.પ્રેમ-પ્રકરણમાં રહેનારા યુવાનો માટે આ સમયલગ્ન માટે એકદમ યોગ્ય છે.

Krishna Patel