બે ગુજરાતી યુવકોએ અમેરિકામાં નકલી ઓફિસર બની કર્યો $40,000નો તોડ, હવે ખાઇ રહ્યા છે જેલની હવા

બે ગુજરાતી લબરમૂછિયા અમેરિકામાં હાલ જેલની હવા ખાઈ રહ્યા છે, 19 વર્ષિય લવ પટેલ અને 24 વર્ષિય દેવ પટેલ પર ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના નકલી ઓફિસર બની એક મહિલાને ડરાવી-ધમકાવી તેની પાસેથી 40,000 ડોલર પડાવવાનો આરોપ છે. હાલ બંને માયને સ્ટેટની ફ્રેન્કલિન કાઉન્ટીની જેલમાં બંધ છે. એવું જણાવાઇ રહ્યુ છે કે બંને માસાચ્યુસેટ્સના વેસ્ટફોર્ડમાં રહેતા હતા.

Image Source

ફેબ્રુઆરી 19ના રોજ અરેસ્ટ થયેલા બંને આરોપી લવ અને દેવ પટેલ પર હાલ 25-25 હજાર ડોલરના કેશ બોન્ડ મૂકવામાં આવ્યા છે અને છેલ્લી અપડેટ પ્રમાણે બંને જેલમાં જ બંધ છે. બંને આરોપીએ PayPalનો ઉપયોગ કરી પીડિત પાસેથી 40,000 ડોલર ખંખેર્યા હતા, પહેલા મંગળવારે એક કેસની પતાવટ કરવાનું કહી પીડિતના ઘરે પહોંચ્યા ને તેની પાસેથી પૈસા લીધા બાદ બીજા દિવસે 32,000 ડોલર લેવા માટે જવાના હતા.

Image Source

જો કે, પીડિતે આ અંગે મંગળવારે જ પોલીસને જાણ કરી દીધી હતી જેને કારણે ડિટેક્ટિવ દ્વારા આ કેસની તપાસ શરૂ કરવામાં આવી. બંને ફરી પૈસા લેવા આવવાના હોવાથી તેમને રંગેહાથ પકડવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી. જ્યારે દેવ અને લવ બુધવારે પૈસા લેવા માટે પીડિતના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં હાજર ડેપ્યુટીઝે બંનેની ઘર પાસેથી ધરપકડ કરી લીધી. આ કેસમાં બંને આરોપી પર પોતાની ખોટી ઓળખ આપીને ચોરી કરવાના મામલામાં ક્લાસ સી થેફ્ટનો ચાર્જ લગાવવામાં આવ્યો છે.

Shah Jina