વિદેશમાં ભરૂચના બે સગા ભાઇઓ પર ફાયરિંગ, એકનું મોત….બંને રાતે ઘરે સુતા હતા ત્યારે અચાનક જ

વિદેશમાં ગુજરાતીઓની ખરાબ હાલત: બે ગુજરાતી ભાઈઓ પર હુમલો, એકનું દુઃખદ મૃત્યુ

ઘણીવાર વિદેશમાં વસતા ગુજરાતીઓ કે ભારતીયો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહે છે. ઘણીવાર કોઇ ગુજરાતીનું ગોળીબારમાં મોત થતુ હોય છે, તો ઘણીવાર કોઇ લૂંટફાટ દરમિયાન ફાયરિંગ થતા મોત થવાની ખબર સામે આવતી રહે છે. ત્યારે હાલમાં દક્ષિણ આફ્રિકાના ઝામ્બિયામાં ભરૂચના બે સગા ભાઇઓ પર ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં એકનું મોત નિપજ્યુ છે. જે ભાઇઓ પર હુમલો થયો હતો તેઓ ભરૂચના ટંકારીયાના હોવાનું સામે આવ્યુ છે. હજી સુધી આ હુમલા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પરંતુ પ્રાથમિક રીતે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, હુમલો લૂંટના ઇરાદે કરાયો હતો. દીકરાનું મોત થતા ભરૂચના ટંકારિયામાં પરિવારમાં ગમગીની ફેલાઈ ગઇ છે. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ, ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા ફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલ કાબવે ટાઉનમાં વસેલા હતા. તેઓ રોજગાર અર્થે ત્યાં ગયા હતા અને તે ગ્રોસરી શોપ ચલાવતા હતા.

જ્યારે બંને રાતે ઘરે સુતા હતા ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા અને રાતના 3થી4 વાગ્યાના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન જાગી ગયો. તે બાદ તેણે તપાસ કરી ત્યારે અચાનક લૂંટારુઓની સામે તે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધું ફાયરિંગ કરી દીધું હતું. જેને કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાં ઢળી પડ્યો. જો કે, ભાઈની મદદે અજમદ આવી પહોંચ્યો પરંતુ તેને પણ ગોળી મારવામાં આવી.

Representative Image

જોકે, તેને હાથના ભાગે ગોળી વાગતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક ભાઇનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. હાલ તો પરિવાર પણ શોકમગ્ન બન્યો છે.

Shah Jina