હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે.

1. મેષ – અ, લ, ઈ (Aries): આજના દિવસે ભોલેનાથની કૃપાથી તમારા વ્યાપારમાં બમ્પર કમાણી થવાના યોગ છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ફરી શરૂ થશે અને નવી તકોના દ્વાર ખુલશે. નોકરી કરતા જાતકોને ઉચ્ચ અધિકારીઓનો સાથ મળશે.

2. વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. જૂના દેવામાંથી મુક્તિ મળતા મનનો બોજ હળવો થશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને સાંજે કોઈ શુભ સમાચાર મળી શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આજના દિવસે તમારે કામના વ્યાપને કારણે દોડધામ વધી શકે છે. વ્યાપારમાં વિરોધીઓ સક્રિય થશે પરંતુ તેઓ તમારું કંઈ બગાડી શકશે નહીં. સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.

4. કર્ક – ડ, હ (Cancer): આજના દિવસે માનસિક શાંતિ અને પ્રસન્નતાનો અનુભવ થશે. શિવજીની આરાધના કરવાથી ભાગ્યના દ્વાર ખુલશે અને વેપારીઓને મોટો આર્થિક ફાયદો થશે. સંતાન પક્ષ તરફથી ગર્વ થાય તેવા સમાચાર મળશે.

5. સિંહ – મ, ટ (Leo): આજના દિવસે પ્રોપર્ટી કે જમીન-મકાનના સોદામાં મોટો નફો થઈ શકે છે. નોકરીમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. જૂના મિત્રો સાથેની મુલાકાત યાદગાર રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આજના દિવસે નવો બિઝનેસ શરૂ કરવા માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ સાનુકૂળ છે. અટકેલા નાણાં પરત મળતા આર્થિક તંગી દૂર થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં ધાર્યા પરિણામો મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra): આજના દિવસે તમારા દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વ્યાપારિક યાત્રા લાભદાયી સાબિત થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે અને મન ભક્તિમય રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આજના દિવસે વાણી અને ગુસ્સા પર કાબૂ રાખવો નહીંતર બનેલા કામ બગડી શકે છે. નાણાકીય લેવડદેવડમાં સાવધાની રાખવી જરૂરી છે. સાંજ પછી ભોલેનાથના આશીર્વાદથી પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે.

9. ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજના દિવસે ભાગ્યનો પૂરો સાથ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અવિવાહિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. શેરબજારના રોકાણથી સારો લાભ થવાની સંભાવના છે.

10. મકર – ખ, જ (Capricorn): આજના દિવસે નોકરી કરતા લોકોને નવી અને મોટી તકો મળી શકે છે. વ્યાપાર-ધંધામાં ધાર્યા કરતા વધુ કમાણી થતા ઉત્સાહ વધશે. પિતાના સહયોગથી લાઈફમાં મોટો સકારાત્મક બદલાવ આવશે.

11. કુંભ – ગ, સ, શ, ષ (Aquarius): આજના દિવસે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. કોર્ટ કચેરીના મામલામાં સફળતા મળશે. વિદેશથી વેપાર કરતા લોકોને મોટો ફાયદો થશે.

12. મીન – દ, ચ, ઝ, થ (Pisces): આજના દિવસે રોજગારની નવી તકો પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે, આર્થિક બાજુ મજબૂત રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)