Balasor Train Accident Story: ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા હોવાનું અને 1000થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ખૌફનાક દુર્ઘટનાને પગેલા ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી, જ્યારે ઘણી ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આ દર્દનાક ટ્રેન દુર્ઘટના પર માત્ર દેશ જ નહીં, વિદેશના વડાઓએ પણ શોક વ્યક્ત કર્યો.
ઉલ્લેખનીય છે કે દુર્ઘટના બાદથી ચમત્કારિક રીતે બચી જતા ઘણા લોકોની કહાની સામે આવી છે, જેમાં વધુ એક કહાની 16 વર્ષના છોકરાની છે. બેરહામપુરના એજીકલ દાસ તેમની પત્ની સુમિતા દાસ અને પુત્ર જોર્જ જેકબ દાસ સાથે કોરોમંડલ એક્સપ્રેસમાં સવાર હતા. માતા-પિતા B2 કોચમાં હતા અને B8 કોચમાં પુત્ર જોર્જ જેકબની સીટ કન્ફર્મ થઈ હતી.
પરંતુ બાલાસોર સ્ટેશન પહોંચતા પહેલા પિતાએ પુત્રને જમવા માટે બોલાવ્યો અને દુર્ઘટનાની થોડી ક્ષણો પહેલાં જ જોર્જ B8 કોચમાંથી B2 કોચમાં ગયો અને સદનસીબે આ અકસ્માતમાં તેનો બચાવ થયો. અકસ્માતમાં B8 કોચને નુકસાન થયું હતુ. જોર્જે કહ્યુ કે- મેં કટક રેલવે સ્ટેશન પર સાંજે 7 વાગે ફૂડ મંગાવ્યું, 7.05 થી 7.10 મિનિટની વચ્ચે મેં જોરદાર અવાજ સાંભળ્યો, દસ સેકન્ડમાં આખું દ્રશ્ય બદલાઈ ગયું, મેં પ્રાર્થના કરી કે કોચને કંઈપણ વસ્તુની જરૂર ન પડે.
ટ્રેન અટકી, મારા પિતા પહેલા ટ્રેનમાંથી ઉતર્યા અને પછી અમે. જોર્જે કહ્યું કે તે ઉતરી ગયો. તેણે જણાવ્યું કે કોચમાંથી નીચે ઉતર્યા બાદ તેણે ટ્રેનના કોચ વેરવિખેર પડેલા જોયા.જોર્જના પિતા પોતાના પુત્રની સીટ બદલાવવા માટે TCને મળવા જ જવાના હતા પણ તેઓ ડીનર માટે રોકાઈ ગયા. તેમણે નક્કી કર્યુ કે ડીનર બાદ તેઓ ટીસીને મળશે. તેમની પત્નીએ જમીને ટીસીને મળવા જવાનું કહ્યુ અને તેઓએ પત્નીની વાત માની. જે બાદ તો ભયંકર અકસ્માત સર્જાયો.