સુરતમાં 13 વર્ષના સગીરનું તળાવમાં ગયો ને બહાર લાશ આવી….માતા પિતાઓ દીકરાને આવી રીતે બહાર મોકલતા પહેલા 100 વાર વિચારજો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના અનેક કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર ટાંકીમાં પડી જેવાને કારણે તો કેટલીકવાર તળાવમાં ડૂબી જવાને કારણે તો કેટલીકવાર અન્ય કારણોસર ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં સુરતના માંગરોળમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પાલોદ ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી 13 વર્ષિય એક સગીરનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતુ. ઘટનાની જાણ થયા બાદથી પરિવારની હાલત ખરાબ છે.

પ્રતિકાત્મક તસવીર

ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 13 વર્ષીય શુભમ મોડી સાંજે ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને તે બાદ તેનું તળાવમાં ડૂબી જવાને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું. સુરતના માંગરોળના પાલોદ ગામે જે.બી.રો હાઉસમાં રહેતો શુભમ તેના ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા ગયો હતો અને આ દરમિયાન ત્રણ પૈકી 13 વર્ષીય શુભમનું ડૂબી જવાથી મોત નીપજ્યું.

જ્યારે મોડી સાંજે શુભમ ઘરે પરત ન ફર્યો તો પરિવારજનોએ તેની શોધખોળ કરી અને દોઢ બે કલાક બાદ પૂછપરછ કરતા તે તેના ત્રણ મિત્રો જોડે પાલોદ ગામે આવેલ તળાવમાં ન્હાવા ગયો હોવાનું સામે આવ્યું. તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી બે તો સુરક્ષિત બહાર આવી ગયા પણ શુભમનું ડૂબી જતા મોત થયુ.

Image source

ઘટનાની પરિવારને જાણ થયા બાદ તેમના માથે તો આભ તૂટી પડ્યુ હતુ. ઘટનાની જાણ પોલિસને કરાતા કોસંબા પોલીસ દ્વારા સ્થાનિક તરવૈયા બોલાવી શુભમના મૃતદેહની શોધખોળ કરવામાં આવી અને મોડી રાત્રે તળાવમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો.

Shah Jina