સાઇકલ લઈને ક્લાસમાં જઈ રહેલી પાયલ ફરી વળ્યું ટ્રેકટરનું ટાયર, ડોક્ટર બનવાનું સપનું જોતી દીકરીનું થયું મોત
ગુજરાત સમેત દેશભરમાં અકસ્માત ઘણા મામલો સામે આવી રહ્યા છે. આવા અકસ્માતમાં કોઈની સામાન્ય ભૂલના કારણે માસુમ લોકોનો જીવ પણ ચાલ્યો જતો હોય છે તો ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એક ટ્રેકટર ચાલકે ટ્યુશનમાંથી ઘરે પરત આવી રહેલી વિદ્યાર્થીનીને કચડી નાખી.
આ દુઃખદ ઘટના સામે આવી છે હરિયાણાના કરનાલમાથી. આ ઘટન દહા ગામમાં બની હતી. 17 વર્ષીય પાયલ ધોરણ 12 મેડિકલની વિદ્યાર્થીની હતી. તે તેના ફોઈના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. તેનું સપનું હતું કે તે મોટી થઈને ડોક્ટર બને. બે દિવસ પહેલા જ તેના ફોઈ અને ફુવા લગ્નમાં ગયા હતા. જેના કારણે પાયલને તેના ગામ દહા મોકલવામાં આવી હતી.
તે સાઇકલ લઈને જ પોતાના ગામથી કરનાલ ભણવા માટે આવતી હતી. ગત રોજ સવારે 7.40ની આસપાસ તે તેના ઘરેથી નીકળી હતી અને ન્યુ અનાજ માર્કેટના ફલાયઓવરથી તે રોન્ગ સાઈડ આવી રહી થી ત્યારે જ એક ટ્રેકટર ચાલકે તેને કચડી નાખી. પાયલ ઉપરથી જ ટ્રેકટરનું પૈડું નીકળી ગયું અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું.
આ ઘટના બાદ ટ્રેકટરનો ડ્રાઈવર ટ્રોલીને ત્યાંજ છોડીને ફરાર થઇ ગયો. ત્યાં હાજર લોકોએ પાયલને હોસ્પિટલ લઇ ગયા પરંતુ એ પહેલા જ તેનું મોત થઇ ગયું હતું, થોડા દિવસ પહેલા જ પાયલનો જન્મ દિવસ પણ ખુબ જ ધામધૂમથી મનાવ્યો હતો. કોઈને પણ ખબર નહોતી કે આ તેનો છેલ્લો જન્મ દિવસ હતો. આ મામલે પોલીસે પાયલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે.