આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ – 12 ફેબ્રુઆરી 2020

0

1. મેષ – અ, લ ,ઈ (Aries):
ઘણા દિવસથી ચાલી રહેલી મહેનતનું ફળ આજે તમને મળશે. કામના ભારણના કારણે જે આરામ નથી મળ્યો એ હવે તમે પામી શકશો. આજે તમારા ઘરે મહેમાન આવવાની શક્યતાઓ છે. તમે ના વિચારેલા માણસો સાથે આજે મળવાનું થશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આજે તમારા પ્રિયપાત્ર સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરવી જોઈએ. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજે નોકરી કરતા મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે તમે કેટલાક નવા પ્રોજેક્ટ હાથમાં લેશો. રોકાણ કરવા માટેનો આજનો દિવસ યોગ્ય નથી તમારા પૈસા ડૂબવાના યોગ છે. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે.
શુભ અંક : ૮
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ, હ (Cancer):
પ્રોપર્ટી સાથે જોડાયેલ સ્કીમમાં પૈસા ઇન્વેસ્ટ કરી શકશો. જમીન અને મકાન લેવામાં ધનલાભ થશે. આજે તમારા દરેક કામ પૂર્ણ કરવામાં તમને યોગ્ય વ્યક્તિની મદદ મળશે. આજે સમયના અભાવે પણ અમુક કામ પુરા કરવા પડશે. આખો દિવસ કામના ભારને કારણે સાંજના સમયે માથાનો દુખાવો થઇ શકે છે. પ્રેમ પ્રસંગ માટે દિવસ અનુકુળ છે. ઘરમાં વડીલ મિત્રોની તબિયત પણ ચિંતાજનક હશે. પૈસા સાથે જોડાયેલ અમુ બાબતમાં વધુ મુશ્કેલીઓ આવી શકે છે. આજે કોઈપણ કામ કરવાથી મનાઈ કરશો નહિ, નવું શીખવાની સાથે અનુભવ પણ મળશે.
શુભ અંક : ૭
શુભ રંગ : નારંગી

5. સિંહ – મ, ટ (Lio):
જો તમે આજથી તમારા સ્વાસ્થ્ય પર્ત્યે સાવધાન નહિ રહો તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે. નાના બાળકોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ બહુ સાનુકુળ નથી બની શકે તો એકબીજાની વાત શાંતિથી સંભાળજો. કોઈપણ અગત્યનો નિર્ણય કરતા પહેલા તેના સારા અને નરસા બંને પાસા ચકાસજો. ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો

7. તુલા – ર, ત (Libra):
જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે મહેનત અને ઈમાનદારીથી કરેલ કામનું વળતર તમને ટૂંક જ સમયમાં મળશે, નાના વેપારી મિત્રોને આકસ્મિક ધનલાભના યોગ છે. આર્થિક સ્થિતિ મજબુત થશે, પૈસા ને કારણે અટકી રહેલ કામ આજે પૂર્ણ કરી શકશો. પગાર સિવાય એક્સ્ટ્રા ઇન્કમ વધારવાના યોગ છે. પૈસા કમાવવા માટે અનેક નવા અવસર મળશે જો આજે કોઈ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકવા માંગતા હોવ તો ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાન વિષે વિચારજો. તમારા મિત્રો આજે તમારી મદદે આવશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજે નોકરી કરતા મિત્રો માટે થોડો ભારે દિવસ છે. માટે આજે તમારાથી કામમાં કોઈ ખામી ના રહી જાય તે ચકાસજો. તમને એકવાર નિષ્ફળતા મળી એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને સફળતા મળશે જ નહિ. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
જેમનું પણ બેઠા બેઠા કામ કરવાની નોકરી છે તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાનું છે. આજનો દિવસ તમારે કોઈ જરૂરિયાત વાળા લોકોની મદદ કરવાની છે. જે મિત્રો ઘણી કોશિશ કરવા છતાં પણ પૈસા બચાવી શકતા નથી તેમણે પોતાના ઘરમાં તિજોરીમાં માતા લક્ષ્મીના નાના ફોટો સાથે એક અરીસો મુકવાનો છે. આમ કરવાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn):
આવક ઓછી છે પણ તમારા ખર્ચ ઘણા છે. તમારે તમારા ખર્ચ પર કાબુ કરવાની જરૂરત છે. કોઈપણ મોટી સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. કોઈ જુના વિવાદ તમારી સામે આવી શકે છે. કોઈપણ નિર્ણય કરવામાં ઉતાવળ કરવાની નથી. તમારો ઉતાવળે કરેલ નિર્ણય તમને નુકશાન પહોચાડી શકે છે. આજે સ્વાસ્થ્ય ખરાબ રહેવાના યોગ છે. ઉતાવળમાં કોઈ દુર્ઘટના થઇ શકે છે. આજે વિદ્યાર્થી મિત્રોને કોઈ મહત્વનો નિર્ણય લેવો પડશે. આજે થયેલ ધનલાભમાંથી તમે વધારે પડતા પૈસા ખર્ચ કરી દેશો. આર્થિક રીતે સધ્ધર થવા પૈસાની બચત કરવી જરૂરી છે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
નવું ઘર કે પછી કોઈ જમીન લેવાનું વિચારો છો તો આજનો દિવસ બહુ લાભદાયી છે. અમુક મિત્રોને આજે પોતાની માતા તરફથી વારસાઈ મિલકત મળશે. નોકરી કરતા મિત્રો માટે આજે કામના સ્થળે ખુબ સાચવીને કામ કરવાનું છે તમારું ઘણા સમયથી ચાલી આવતું પેન્ડીંગ કામ આજે પૂર્ણ કરો. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય. આજે તમને થોડા આઘાતજનક સમાચાર પણ મળી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
રસ્તા પર વાહન ચલાવતા નિયમોનું પાલન કરો, આજે દંડ કે ચલણ નીકળી શકે છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. આજે ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલ કોઈ વિવાદનો અંત આવશે. આજે તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે. નોકરી શોધી રહેલ મિત્રો માટે આજે સારો દિવસ છે. આજે નોકરી બદલવા માંગતા મિત્રોએ થોડી રાહ જોવાની જરૂરત છે. તમારી ઈમાનદારી અને કામ કરવાની ક્ષમતા તમને સફળતા આપવશે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. આજે આવકમાં વધારો થશે. વેપારી મિત્રોને પણ ધનલાભ થવાના યોગ છે. બીજાને મદદ કરવાની તમારી આદત તમારું જીવન બદલી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.