110 વર્ષની ઉંમરે પાકિસ્તાનના આ વ્યક્તિએ કર્યા ચોથા લગ્ન, પરિવારમાં છે 84 લોકો- જુઓ વીડિયો
Pakistan Viral Wedding: ઘણીવાર દેશ વિદેશમાં એવી એવી પ્રેમ કહાનીઓ કે લગ્નની ખબરો સામે આવે છે, જેને સાંભળી અથવા તો જોઇ આપણે પણ એક પળ માટે ચોંકી જઇએ. છેલ્લા ઘણા સમયથી પાડોશી દેશ પાકિસ્તાનમાંથી આવી ઘણી ખબરો સામે આવી ચૂકી છે.
ત્યારે હાલમાં ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં 110 વર્ષના એક વ્યક્તિએ 55 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. ખૈબર પખ્તુનખ્વામાં 110 વર્ષીય વ્યક્તિના ચોથા લગ્ન બાદ એક વીડિયો વાયરલ થયો છે. અબ્દુલ હન્નાન સ્વાતિએ 55 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા હતા.
વરરાજાના પરિવારમાં કુલ 84 સભ્યો છે
વરરાજાના પરિવારમાં 84 સભ્યો છે અને તેમાં 12 બાળકો અને ઘણા ભત્રીજાઓ અને ભત્રીજીઓનો સમાવેશ થાય છે. આ વ્યક્તિનો મોટો પુત્ર 70 વર્ષનો છે. તેણે પાકિસ્તાનના માનસેરા જિલ્લાની એક મસ્જિદમાં 5,000 પાકિસ્તાની રૂપિયા આપી લગ્ન કર્યા. લગ્ન સમારોહમાં તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
110 વર્ષના વરરાજાએ કર્યા લગ્ન
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અબ્દુલ હનાન સ્વાતિ માનસેરાના ગ્રેથલી જુરી વિસ્તારના રહેવાસી છે અને આ તેમના ચોથા લગ્ન છે. તેમનો મોટો દીકરો 70 વર્ષનો છે જ્યારે તેના આખા પરિવારમાં 84 સભ્યો છે. નિકાહ વિધિ સ્થાનિક મસ્જિદમાં કરવામાં આવી હતી જ્યાં “હક મેહર” તરીકે 5,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. અબ્દુલના વાલીમા સમારોહમાં ઘણા સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર આનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા પણ એક મામલો સામે આવ્યો હતો
આ પહેલા પાકિસ્તાનના માનસેરા જિલ્લાના અન્ય એક વ્યક્તિ મોહમ્મદ ઝકરિયાએ થોડા દિવસો પહેલા 90 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. તે વ્યક્તિની પહેલી પત્નીનું વર્ષ 2011માં અવસાન થયું હતું. 90 વર્ષીય વ્યક્તિને 7 પુત્રો અને 5 પુત્રીઓ સહિત 12 બાળકો પણ છે.
View this post on Instagram