​​​​​​​સુરતના આવાસની બિલ્ડિંગમાં અચાનક જ રમતી 11 વર્ષની કિશોરીનું મોત- માતા પિતાનું ધ્રુજાવી દેતું કરુણ આક્રંદ

સુરતના ભેસ્તાન આવાસમાં માસૂમ કિશોરી પર બિલ્ડીંગની સીલિંગ પડતા તેનું મોત થયુ હોવાની ખબર સામે આવી રહી છે. ગુરુવારની બપોરે આ ઘટના બની હતી અને ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા પાલિકા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર્તા દ્વારા એવું જણાવવામાં આવ્યુ હતુ કે, 6થી 8 મહિનામાં આ ત્રીજો અકસ્માત કહી શકાય. જર્જરિત બિલ્ડીંગના પોપડાના પડવાથી કેટલાક લોકો ઘાયલ થયા છે. સ્થાનિકો દ્વારા અવાર નવાર બિલ્ડીંગમાંથી પોપડા પડવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

જે માસૂમ કિશોરીનું મોત થયુ છે તે 11 વર્ષની હતી અને તેનું નામ ગુલકશા હતુ, તેના પિતાએ જણાવ્યુ હતુ કે, તે ધોરણ 6માં અભ્યાસ કરતી હતી અને ગુરુવારે અચાનક વરસાદ શરૂ થતા તે રમતા રમતા ઘર બાજુ આવી રહી હતી અને અચાનક જ બિલ્ડીંગ-13ની સીલિંગનો સ્લેબ તૂટતા તેમની દીકરી પર પડ્યો હતો, આ સ્લેબ 52 ફૂટ ઉપરથી ગુલકશા પર પડ્યો હતો અને ઘટનાની જાણ થતા જ ભાગદોડ  મચી ગઇ હતી.

ગુલકશાને ગંભીર ઇજા પહોચતા તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયુ હતુ. ગુલકશાના પિતાએ જણાવ્યુ હતુ કે, તેઓ યુુપીના રહેવાસી છે અને તેમને સાત બાળકો છે. તેમને બે પત્નીઓ છે, પહેલી પત્નીને 5 બાળકો હતા અને બીજી પત્નીને 2 બાળક હતા. ગુલકશા બીજી પત્નીની દીકરી હતી. 6-8 મહિનાની અંદર બિલ્ડીંગના સ્લેબ પડવાની ઘટનામાં લગભગ 3 લોકોના મોત નિપજ્યા છે. અને ઘણા લોકો આમાં ઘાયલ પણ થયા  છે. આવાસમાં રહેતા લોકોએ કહ્યુ હતુ કે, ન્યાય નહિ મળે તો આંદોલન કરીશુ.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina