માતા-પીતા તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે, અરવલ્લીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લીના ધનસુરાનો કિસ્સો લાલબત્તી સમાન છે. જ્યાં અપહરણ કેસની તપાસમાં મોટો ખુલાસો થયો છે. 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. સોશિયલ મીડિયાથી પ્રેમ થતાં બાળકી, બાળકે ઘર છોડ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, 31 ડિસેમ્બરે ધોરણ 5માં ભણતી 10 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. આ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સોશિલ મીડિયાથી પ્રેમ થતા બાળકોએ ઘર છોડ્યું હતું. 10 વર્ષના બાળકોને પ્રેમ થઈ જતા ઘર છોડી ભાગ્યા હતા.
સોશિયલ મીડિયાના ઉપયોગથી પ્રેમ પાંગર્યો હતો. જ્યારે અન્ય ત્રણ કિશોરીઓની મદદ લઈ બાળકે બાળકીનું અપહરણ કર્યું હતું. તો બીજી તરફ, બાળકીના માતા-પિતાને સોશિયલ મીડિયા શું છે, તેની ખબર પણ નથી. આ કેસની તપાસ કરતી અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં નજીકના ગામમાંથી બંનેને ઝડપી લીધા હતા. જ્યારે પોસ્કો અને અપહરણનો ગુનો દાખલ થયો હતો. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકને ઓબ્સર્વેશન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યા હતા.