મિત્રો સાથે ગપ્પા મારી રહ્યો હતો યુવક, ત્યારે જ આવ્યો હાર્ટ એટેક….CPR આપવા પર પણ ચાલ્યો ગયો જીવ

છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના અનેક મામલા સામે આવે છે, ત્યારે હાલમાં મધ્યપ્રદેશના રીવામાં આવી દુ:ખદ ઘટના બની. મિત્રો સાથે બેસીને વાતો કરી રહેલા એક યુવકનો અચાનક શ્વાસ બંધ થઈ ગયો. આ યુવક જ્યારે ખુરશી પર બેઠો હતો ત્યારે જમીન પર મોઢું નીચે પડ્યો. મિત્રો ડરી ગયા અને તેને હોસ્પિટલ લઈ ગયા.

જો કે ડોક્ટરે તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો. ડોક્ટરે હાર્ટ એટેકને મૃત્યુનું કારણ જાહેર કર્યું. આ ચોંકાવનારી ઘટના 20 ઓક્ટોબરે બની હતી, જેનો વીડિયો 24 ઓક્ટોબર ગુરુવારે સામે આવ્યો. પ્રાપ્ત માહિતી અનુસાર, બજરંગ નગરમાં રહેતો 31 વર્ષિય પ્રકાશ સિંહ બઘેલ તેના મિત્રો સાથે સિરમૌર ચોક પર સ્થિત એક દુકાનમાં મજાક કરી રહ્યો હતો, ત્યારે પ્રકાશને છાતીમાં ભારે દુખાવો થયો અને તે નીચે પડી ગયો.

મિત્રોએ તેને CPR આપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ ગયો. જો કે આ પછઈ તેઓ તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો. પરિવારના જણાવ્યા અનુસાર પ્રકાશ સિંહ સંપૂર્ણપણે સ્વસ્થ હતો અને તેને કોઈ રોગ પણ નહોતો.

Shah Jina