માસૂમ બાળકી મમ્મી-મમ્મી બૂમો પાડતી રહી, રિલ બનાવવાના ચક્કરમાં ગંગા નદીમાં વહી ગઇ મહિલા; જુઓ વીડિયો

રીલ બનાવી રહી હતી મહિલા, નદીમાં વહી ગઇ: ઉત્તરકાશીમાં લડખડાઇ અને 16 સેકન્ડમાં ડૂબી ગઇ, બાળકી મમ્મી-મમ્મી બૂમો પાડતી રહી- રૂંવાડા ઊભા કરી દેશે વીડિયો

આજકાલ લોકો રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવો જ એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં જોવા મળે છે કે વીડિયો શૂટ કરતી વખતે એક મહિલા થોડી જ સેકન્ડોમાં ગંગા નદીમાં ડૂબી જાય છે અને બેકગ્રાઉન્ડમાં એક માસૂમ છોકરી મમ્મી-મમ્મી બૂમો પાડતી હોય તેવો અવાજ આવી રહ્યો છે. તે ચીસ એટલી ભયાનક હતી કે જેણે પણ આ વીડિયો જોયો તે દંગ રહી ગયા.

આ ઘટના એપ્રિલ મહિનામાં ઉત્તરાખંડના ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પર બની હતી. પોતાના પરિવાર સાથે ફરવા આવેલી એક નેપાળી મહિલા ભાગીરથી નદીમાં રીલ બનાવતી વખતે તણાઈ ગઈ હતી. મહિલાએ કોઈપણ સુરક્ષા પગલાં વિના નદીમાં પ્રવેશી રીલ બનાવવાનું શરૂ કર્યું. તે સમયે અચાનક મહિલાનો પગ લપસી ગયો અને તે નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ. વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત પછી તરત જ ત્યાં હાજર લોકો કંઈ સમજી શક્યા નહીં.

સ્ત્રીની નાની બાળકી ઘાટ પર ઉભી રહીને “મમ્મી-મમ્મી” બૂમો પાડતી રહી પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું અને SDRF તેમજ સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મોટા પાયે શોધખોળ શરૂ કરી. 35 વર્ષીય પૂર્ણા નેપાળના કાઠમંડુની રહેવાસી હતી. તેની બહેન અને જીજાજી ઉત્તરકાશીમાં રહે છે. પૂર્ણા તેની પુત્રી સાથે તેની બહેનના ઘરે આવી હતી. 14 એપ્રિલે તે પોતાની પુત્રી સાથે હરિદ્વારના મણિકર્ણિકા ઘાટ પહોંચી. તે તેની પુત્રી સાથે લાંબા સમય સુધી ત્યાં ફરતી રહી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ પહેલા તેની પુત્રીને મોબાઇલ આપ્યો. તેણે કહ્યું- મારુ આચમન કરતા રીલ બનાવ. આ પછી તે લાઇફ જેકેટ પહેર્યા વિના નદીમાં પ્રવેશી ગઈ. તે થોડા ડગલાં પાછળ ગઈ અને પછી તેનું સંતુલન ખોવાઈ ગયું અને તે ઠોકર ખાઈને નદીમાં પડી ગઈ. આ જોઈને તેની દીકરી ‘મમ્મી-મમ્મી’ બૂમો પાડવા લાગી. નજીકના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા, પરંતુ ત્યાં સુધીમાં મહિલા પાણીમાં તણાઈ ગઈ હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!