તમે પણ વિશ્વાસ તોડી દીધો… રેપિડો રાઇડ વચ્ચે મહિલાએ પોતે રેકોર્ડ કર્યો પોતાનો એક્સીડન્ટ- જુઓ VIDEO
મને પાછળ બેસતા ડર લાગી રહ્યો હતો…રેપિડો વાળાની લાપરવાહી જોઇ ગભરાઇ મહિલા, બધા ભગવાન આવી ગયા યાદ
આજકાલ ટ્રાફિકથી બચવા અને પૈસા બચાવવા માટે, મોટાભાગના લોકો રેપિડો બુક કરે છે. આ સ્થાનિક જાહેર પરિવહન કરતા સસ્તું છે અને લોકો કંફર્ટ સાથે બુકિંગ કરી ચાલ્યા જાય છે. જો કે રેપિડો પર વારંવાર પ્રશ્નો ઉભા થાય છે કે શું તે સલામત મુસાફરી વિકલ્પ છે. રેપિડો બુક કરાવ્યા પછી આરામથી મુસાફરી કરી રહેલી એક મહિલા સાથે પણ આવું જ કંઈક બન્યું અને ડ્રાઇવરની બેદરકારીને કારણે બાઇક પલટી ગઇ. નવાઈની વાત એ છે કે ન તો મહિલાએ હેલ્મેટ પહેર્યું છે અને ન તો રેપિડો ડ્રાઈવરે પોતે હેલ્મેટ પહેર્યું છે.
વીડિયોમાં એક મહિલા રેપિડો સવારી કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તે બાઇક પર બેસીને પોતાની રીલ શૂટ કરી રહી છે. વીડિયો બનાવતી વખતે બાઇક પલટી જાય છે અને સમગ્ર અકસ્માત રીલમાં રેકોર્ડ થઈ જાય છે. આ વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા આરામથી પાછળ બેસીને વીડિયો બનાવી રહી હતી, પરંતુ થોડા સમય પછી તે અને બાઇક બંને નીચે પડી જાય છે. જે પછી રેપિડો ડ્રાઈવર મહિલાને ઉઠવામાં મદદ કરે છે. જો કે ગનીમત એ રહી કે બંનેને બહુ નુકસાન થયું નહતુ.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર પ્રિયંકા @bhangrabypahadan દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકોએ જોયો છે. વીડિયોની સાથે પ્રિયંકાએ પોતાના અનુભવ વિશે પણ લખ્યું. ‘રેપિડો પર વિશ્વાસ કર્યો હતો, પરંતુ આ વખતે વિશ્વાસ તૂટી ગયો. ખૈર, મજાક છોડી, હું ઠીક છું અને અકસ્માત પછી સીધી ઓફિસ ગઇ. આ પહેલીવાર હતુ જ્યારે મને રેપિડોની રાઇડમાં ખૂબ ડર લાગ્યો. પ્રિયંકાએ જણાવ્યું કે તેણે ડ્રાઈવર પાસે હેલ્મેટ માંગ્યું હતું, પરંતુ તેણે ના પાડી દીધી હતી અને તેણે પોતે પણ હેલ્મેટ પહેર્યું ન હતું. ડ્રાઈવર બાઇક ખોટી બાજુ અને ખૂબ જ ઝડપે ચલાવી રહ્યો હતો.
પ્રિયંકાએ કહ્યું કે તેને ડર લાગવા લાગ્યો, તેથી તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું. જે પછી રેપિડો બાઇક બીજી બાઇક સાથે અથડાઈ. પ્રિયંકાએ ડ્રાઇવરને તે સ્થળ પર જ પૈસા ચૂકવ્યા અને પછી ચાલતી ઓફિસ ગઈ. તેણે @rapidoapp અને @rapidocaptain ને ટેગ કરીને વિડીયો પોસ્ટ કર્યો અને કહ્યું કે ‘રેપિડોને એવા જવાબદાર ડ્રાઇવરો રાખવાની જરૂર છે જેઓ સુરક્ષિત રીતે વાહન ચલાવે. આવા બેદરકાર લોકોને નોકરી પર રાખવા જોઈએ નહીં. વીડિયો વાયરલ થયા પછી, રેપિડોએ જવાબ આપ્યો, ‘અમને ખુશી છે કે તમે ઠીક છો.’ તમારી વાત સ્વીકારીને, અમે ડ્રાઇવર સામે કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી. જો ભવિષ્યમાં કોઈ સમસ્યા ઊભી થાય તો કૃપા કરીને અમને જણાવો, અમે તમને મદદ કરીશું.
View this post on Instagram