શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ અટકી રહ્યો નથી. શેરબજારમાં રોકાણ કરનારાઓનો પોર્ટફોલિયો અત્યારે લાલ દેખાઈ રહ્યો છે. જો તમારી પાસે પોર્ટફોલિયોમાં વોડાફોન આઈડિયાના શેર છે તો આ સમાચાર તમારા માટે છે. આજે આ કંપનીના શેર સપાટ વેપાર કરતા જોવા મળી રહ્યા છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસે આ શેર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. આવો જાણીએ કે રોકાણકારોએ કયા ટાર્ગેટ સાથે આમાં રોકાણ કરવાનું છે.
અગ્રણી બ્રોકરેજ ફર્મ જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસે વોડાફોન આઇડિયા શેર પર હોલ્ડ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે વોડાફોન આઈડિયાના શેર પરના ટાર્ગેટમાં 50 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. જિયોજિતે જણાવ્યું હતું કે ટેરિફમાં તાજેતરના વધારાથી વોડાફોન આઈડિયાની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક (ARPU)માં વધારો થયો છે અને રાજસ્વમાં મામૂલી વૃદ્ધિ થઇ છે. બ્રોકરેજ અનુસાર, કંપનીને અપેક્ષા છે કે ટેરિફ વધારાની અસર આગામી બે ક્વાર્ટરમાં ARPU અને રાજસ્વ પર જોવા મળશે.
બ્રોકરેજે વોડાફોન આઈડિયાના શેરનો લક્ષ્યાંક રૂ. 8.6 નક્કી કર્યો છે, જે તેના અગાઉના રૂ.17ના લક્ષ્યાંક કરતાં 50 ટકા ઓછો છે. જણાવી દઇએ કે, આ મહિનાની શરૂઆતમાં જ વોડાફોન આઈડિયાએ જાહેરાત કરી હતી કે તે પ્રેફરેન્શિયલ શેર્સ જારી કરીને રૂ.1,980 કરોડ સુધી એકત્ર કરશે. કંપની વોડાફોન ગ્રૂપના એકમો ઓમેગા ટેલિકોમ હોલ્ડિંગ્સ અને ઉષા માર્ટિન ટેલિમેટિક્સને અનુક્રમે રૂ. 1,280 કરોડ અને રૂ. 700 કરોડ સુધીના શેર ઇશ્યૂ કરશે.
આ ઘોષણા વોડાફોન આઇડિયા દ્વારા ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) દ્વારા રૂ. 18,000 કરોડ એકત્ર કર્યા બાદ કરવામાં આવી છે. બુધવારે બપોરે 2 વાગ્યે વોડાફોન આઈડિયાના શેર દીઠ રૂ. 7.73 પર ટ્રેડ થઈ રહી હતી. BSE ડેટા અનુસાર, વોડાફોન આઈડિયાના શેર છેલ્લા 3 મહિનામાં 39 ટકા અને છેલ્લા 6 મહિનામાં 54 ટકા ઘટ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આ શેરે રોકાણકારોની સંપત્તિમાં 90 ટકાથી વધુનો ઘટાડો કર્યો છે. વોડાફોન આઈડિયાનું માર્કેટ કેપ રૂ. 54,087.06 કરોડ છે.
(Disclaimer : અહીં માત્ર શેરના ન્યુઝ અથવા પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)