આજકાલ સોશિયલ મીડિયામાં ફેમશ થવા માટે લોકો કઈ પણ કરતાં હોય છે, ઘણા વીડીયો આપણે જોતાં હોઈએ છીએ કે જેમાં જાણે અશ્લીલતાની બધી હદો લોકો વટાવી દેતા હોય છે. તાજેતરમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.માતા અને પુત્ર વચ્ચેનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. તેમાં એક મર્યાદા હોય છે, આદરની ભાવના હોય છે. બાળકો પોતાની માતા સામે કંઈ પણ બોલતા પહેલા હજાર વાર વિચારે છે. પરંતુ આજકાલ લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં આ મર્યાદાઓ પાર કરી રહ્યા છે.
આજે અમે તમને એક એવો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી લોકો મા-દીકરાની જોડીને લઈ અનેક સવાલો કરી રહ્યા છે. ગુસ્સે પણ થઈ રહ્યા છે.જણાવી દઈએ કે જિયા નામની એક ભારતીય મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્ર સાથે ડાન્સ કરતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મહિલા ખૂબ જ ટૂંકા કપડાં પહેરેલી છે અને તેના પુત્ર સાથે વિચિત્ર અંદાજમાં ડાન્સ કરી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા ગુલાબી ટી-શર્ટ અને આછા વાદળી રંગના શોર્ટ્સમાં ડાન્સ કરતી આગળ આવે છે. તેનો પુત્ર પણ બીજી બાજુથી આગળ આવે છે. બંને એકબીજા સાથે જોરદાર ડાન્સ કરે છે. જોકે ડાન્સમાં બંને વચ્ચે અંતર છે. પરંતુ સ્ટાઇલ જોયા પછી લોકો ગુસ્સે થયા. લોકોને માતા અને પુત્રનો આટલો વિચિત્ર ડાન્સ બિલકુલ પસંદ ન આવ્યો.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કેપ્શનમાં લખ્યું છે, ‘મા-દીકરાની વાઇબ’. અત્યાર સુધીમાં આ વીડિયોને 1900 થી વધુ કોમેન્ટ્સ મળી છે. લોકો જાતજાતની કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો 1 કરોડ 23 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે, 1 લાખ 50 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે.
View this post on Instagram